કોઈપણ ધર્મમાં દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાન કરતા કોઈ પુણ્ય મોટું માનવામાં આવતું નથી. દાન આપવાની પરંપરા આજથી નહીં પરંતુ પૌરાણિક સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી ન માત્ર મન શાંત રહે છે સાથે સાથે આપણા ઘણા દોષો પણ દૂર થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે અને આ જ કારણ છે કે પુણ્ય કમાવાને બદલે આપણે નુકસાન કરી બેસીએ છીએ. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં એવી કઈ વસ્તુઓ છે જે દાન કરવાથી આપણને નુકસાન થઈ શકે છે, જેથી તમે આગામી વખતે દાન કરતી વખતે તેને ધ્યાનમાં રાખી શકો.
ક્યારેક લોકો સ્ટીલના વાસણો પણ દાનમાં આપે છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઝઘડાઓ વધે છે, તેથી સ્ટીલના વાસણોનું દાન કરવાનું ટાળવું જોઈએ.
આ વસ્તુઓનું ક્યારેય દાન ન કરો
- સાવરણી
- ખરાબ તેલ
- તીક્ષ્ણ વસ્તુઓ (જેમ કે છરી, કાતર અને તલવાર)
- સ્ટીલ સિવાયના પ્લાસ્ટિક, કાચ અને એલ્યુમિનિયમના વાસણો
- ફાટેલા અને ગંદા કપડાં
- વાસી અથવા બગડેલું ખોરાક
આ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે
- ઘી
- અનાજ
- નવા અને સ્વચ્છ કપડાં
- તલ
- ગોળ
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું આ અઠવાડિયું
આ પણ વાંચો:આ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર છે પ્રતિબંધ,પ્રવેશવા માટે મહિલાઓની જેમ થવું પડે છે તૈયાર, જાણો કારણ
આ પણ વાંચો:આ દિશામાં ઉભા રહીને સ્નાન કરવાથી સૂર્યની જેમ ચમકી શકે છે કિસ્મત, જાણો સ્નાન કરવાનો સાચો નિયમ
આ પણ વાંચો:તુલસીનો છોડ સુકાઈ જાય તો તરત કરો આ કામ, નહીં તો થઈ જશો કંગાળ!
