પંચમહાલ/ શું નશાની ફેક્ટ્રી બનતુ જાય છે ગુજરાત? આ ગામનાં ખેડૂતે ખેતરમાં ઉગાડ્યા ગાંજાનાં 40 છોડ, પોલીસે કરી અટકાયત

બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ.એમ.પી.પંડયા તથા પી.એસ.આઈ.આર.એમ.મુધવા સહિત ના પોલીસ સ્ટાફે બાઢવા રણજીતનગર ગામે રેડ કરી હતી.

Gujarat Others
પોલીસે ગાંજો પકડ્યો

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

નશા કરવાની યાદીમાં જો કોઇ રાજ્ય મોખરે હોય તો તે પંજાબ કહેવાય છે, પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે દેશનાં દરેક ખૂણામાં તમને નશાનો કારોબાર કરતા દલાો મળી જશે. જે દેશ માટે હવે ખતરો બની ગયા છે. તાજેતરમાં ગુજરાતનાં એક ગામમાંથી પણ નશાને ખેતરમાં ઉગાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં જ્યા દારૂબંધી પર પ્રતિબંધ છે ત્યાં ખુલ્લેઆમ ગાંજાની ખેતી થઈ રહી છે.

આ પણ વાંચો – ગુજરાત / LRD ભરતીના ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ,1થી 10 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે

આપને જણાવી દઇએ કે, યુવાનોને નશા તરફ ધકેલવા માટે રસ્તો કરી આપ્યો હોય તેમ પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાનાં બાઢવા રણજીતનગર ગામે ખેતરમાં કપાસની વચ્ચે ઉગાડવામા આવેલા ગાંજાનાં 40 છોડ કબ્જે કરી તેનું વજન કરતા 79 કિલો 790 ગ્રામ જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસની ટીમે બાતમીનાં આધારે અટકાયત કરીને 7,97,900 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – કાળી ઈયળોનો આતંક /  ઝાલાવાડના લખતર તાલુકાના ડેરવાળા ગામે એરંડાના પાકમાં કાળી લશ્કરી ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો

પંચમહાલ જિલ્લાના એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.પી.પંડયાને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના બાઢવા રણજીતનગર ગામે સુથાર ફળિયામાં રહેતા રણજીતભાઈ જેમતસિંહ બારીઆ એ પોતાના ખેતરમાં કપાસની વચ્ચે ગાંજાનુ વાવેતર કર્યુ છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ.એમ.પી.પંડયા તથા પી.એસ.આઈ.આર.એમ.મુધવા સહિત ના પોલીસ સ્ટાફે બાઢવા રણજીતનગર ગામે રેડ કરી હતી. જેમાં પોલીસે ખેતરમાં જઈ તપાસ કરતા કપાસના પાક સાથે અલગ અલગ ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે આ મામલે ખેડૂત રણજીત બારીઆને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સાથે ૪૦ જેટલા છોડ મળી ૭,૯૭,૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને નાર્કોટિક્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.