Not Set/ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી? જુઓ સુરતના રાહુલ ફાઈટરનો આ વીડિઓ

  @સંજય મહંત , mantavya news સુરતમાં માથાભારે રાહુલ ફાઈટરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે દારૂની બોટલ સાથે પેગ બનાવતો નજરે ચડી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં અનેક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તે વાત જગ જાહેર છે. સુરત શહેરનો પણ કાંઇક […]

Gujarat Surat
WhatsApp Image 2021 06 17 at 4.08.52 PM શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી? જુઓ સુરતના રાહુલ ફાઈટરનો આ વીડિઓ

 

@સંજય મહંત , mantavya news

સુરતમાં માથાભારે રાહુલ ફાઈટરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે દારૂની બોટલ સાથે પેગ બનાવતો નજરે ચડી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં અનેક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તે વાત જગ જાહેર છે. સુરત શહેરનો પણ કાંઇક આવો જ હાલ જોવા મળી રહ્યો છે. સુરતમાં દારુબાંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરતના અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે સુરતના શોશ્યલ મીડિયામાં માથાભારે રાહુલ ફાઈટરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે માથાભારે રાહુલ ફાઈટરના હાથમાં એક દારૂની બોટલ છે અને તે તેમાંથી પેગ બનાવી રહ્યો છે. સાથે જ તુમ સે મિલના બાતે કરના બડા અચ્છા લગતા હૈ ગીત વાગી રહ્યું છે. આ વિડીયો વાયરલ થતા ફરી એક વખત સુરતમાં દારૂબાંધીની પોલ ખુલી છે. ત્યારે પોલીસ આ મામલે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું