Ishan Kishan Buchi Babu Tournament 2024: ઈશાન કિશને (Ishan Kishan Century) ધમાકેદાર કમબેક કર્યું છે. તે બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમી રહ્યો છે. ઈશાને મધ્યપ્રદેશ વિરૂદ્ધ કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 107 બોલનો સામનો કરીને 114 રન બનાવ્યા છે. ઈશાનની આ ઇનિંગમાં 10 સિક્સર પણ સામેલ છે. બેટિંગ કરતી વખતે તે ઘણા પ્રકારના શોટ રમતા જોવા મળ્યો હતો. ફેન્સે ઈશાનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ શેર કરી છે. તેણે લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે.
વાસ્તવમાં ઈશાન ઝારખંડનો કેપ્ટન છે. શંકર નગરના ઈન્ડિયા સિમેન્ટ ગ્રાઉન્ડમાં ઝારખંડ અને મધ્યપ્રદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝારખંડની ટીમ બેટિંગ કરી રહી છે. તેના માટે ઈશાન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 107 બોલનો સામનો કરીને 114 રન બનાવ્યા હતા. ઈશાનની આ ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સ સામેલ હતી. ઈશાનનો સ્ટ્રાઈક રેટ 106.54 હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઈશાન કિશનને કેન્દ્રીય કરારમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમી રહ્યો હોવાના કારણે બોર્ડમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેની સાથે અન્ય ઘણા ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યા ન હતા. આ અંગે બોર્ડે કડક વલણ અપનાવ્યું હતું. હવે ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યા છે. હાલમાં જ દુલીપ ટ્રોફી 2024 માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે સહિત ઘણા ખેલાડીઓ ભાગ લેશે.
ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!
Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024
જો ઈશાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે ભારત માટે 32 ટી20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 796 રન બનાવ્યા છે. ઈશાને 27 ODI મેચમાં 933 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી છે. ઈશાન 2 ટેસ્ટ મેચ પણ રમી ચુક્યો છે.
આ પણ વાંચો:ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવવા તૈયાર છે ઈશાન કિશન, પરત ફરતા જ મળશે આ ટીમની કેપ્ટનશીપ
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાના સીતા-ગીતા, ઈશાન કિશન અને શુભમન ગિલ એકલા રહી શકતા નથી, વિરાટ કોહલીએ ખોલ્યા ઘણા રહસ્યો
આ પણ વાંચો:ઈશાન કિશન ફરી એકવાર ટીમ ઈન્ડિયાથી થયો બહાર, જાણો શા માટે…
