israel hamas war/ ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

યુદ્ધના ચોથા દિવસે ગાઝામાં 700 અને ઇઝરાયેલના 900થી વધારે નાગરીકોના મોત થયા છે

World Trending
israel hamas conflict israel army heavy bombing in gaza ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલની સેના હમાસનો ખાત્મો બોલાવી રહી છે. ઇઝરાયલની સેના એક એકને આતંકવાદીઓને શોધી હુમલો કરી રહ્યાં છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં સ્થિતિ બદતર થઇ છે. 1 લાખ 80 હજારથી વધુ પેલેસ્ટાઇનના નાગરીકો સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

gaza(1) ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

ઇઝરાયલની સેના ગાઝામાં સતત બોમ્બમારો કરી રહી છે. પેલેસ્ટાઇનના હુમલામાં બચી ગયેલા લોકો બિલાડીની માફક જગ્યા બદલી રહ્યા છે. પરંતુ તેઓ ક્યાંય સુરક્ષિત નથી. ઈઝરાયલના હુમલાથી બચવા માટે હમાસના આતંકવાદીઓએ જે કેમ્પ બનાવ્યાં છે તેની હાલત પણ ખરાબ છે. ગાઝામાં પેલેસ્ટાઇનના શર્ણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા સંચાલિત શાળાને કેમ્પ બનાવી દીધા છે, પરંતુ હવે ત્યાં પણ પાણી અને ખોરાકની તંગી સર્જાઇ છે.

israel%20palestine%20conflict%20(2) ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

સંયુક્ત રાષ્ટ્રએ રવિવારના રોજ કહ્યું કે એક હુમલામાં તેમના આશ્રય સ્થાનને નુકસાન પહોંચ્યું છે, આ સાથે અન્ય પાંચ આશ્રય સ્થાન પણ બર્બાદ થઇ ગયા છે. ઇઝરાયલે સોમવારે રિપલ પર હુમલાની ચેતવણી આપી હતી. આ સાથે ત્યાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

ઇઝરાયલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્સ કર્નલ રિચર્ડ હેચટે પેલેસ્ટાઇની નાગરીકોને સલાહ આપી છે કે તેઓએ ઇજિપ્તને અડીને આવેલી ગાઝા સરહદ પાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ, હમાસનું કહેવું છે કે ગાઝામાં રહેલા લોકો જેઓએ પહેલાથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેઓ ઇજિપ્ત પ્રવેશ કરી શકે છે.

isarel%20attack(1) ગાઝામાં ઈઝરાયલની સેનાનું તાંડવ, આતંકીઓને શોધી-શોધીને કરે છે હુમલો

યુદ્ધના ચોથા દિવસે ગાઝામાં અત્યાર સુધી મરનાર લોકોની સંખ્યા વધીને લગભગ 700એ પહોંચી છે, જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના 900થી વધારે નાગરીકોના મોત થયા છે. જ્યારે 150થી વધારે નાગરીકો અને સૈનિકોને હમાસના આતંકીઓ બંદી બનાવ્યાં છે.