israel hamas war/ ઈઝરાયલે હમાસના વધુ એક મોટા આતંકી ઠાર કર્યો, 1000 લોકોને બનાવ્યા હતા બંધક

ઈઝરાયલની સેનાએ હમાસના વધુ એક મોટા આતંકીને હવાઈ હુમલામાં ઠાર માર્યો છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 12T094246.354 ઈઝરાયલે હમાસના વધુ એક મોટા આતંકી ઠાર કર્યો, 1000 લોકોને બનાવ્યા હતા બંધક

ઈઝરાયલની સેનાએ હમાસના વધુ એક મોટા આતંકીને હવાઈ હુમલામાં ઠાર માર્યો છે. આ હમાસ કમાન્ડર ઉત્તરી ગાઝામાં 1000 લોકોને બંધક બનાવવા માટે પણ જવાબદાર હતો. IDF અનુસાર, આ આતંકીએ ગાઝા પટ્ટીની રેન્ટિસી હોસ્પિટલમાં 1000 લોકોને બંધક બનાવ્યા હતા. IDF અને ISA દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે, ઈઝરાયેલી આર્મી અને એરફોર્સે એક સાથે હુમલો કર્યો હતો. આ ઓપરેશનમાં હમાસ કમાન્ડર અહેમદ સિયામ માર્યો ગયો હતો. તે હમાસ આતંકવાદી સંગઠન નાસિર રડવાન કંપનીનો કમાન્ડર હતો.

આ પહેલા હમાસના અન્ય કમાન્ડરો પણ ઈઝરાયલના હુમલામાં માર્યા ગયા છે. ઈઝરાયલની સેનાએ હમાસના લગભગ 2000 આતંકીઓને ઠાર કર્યા છે. હુમલામાં હમાસના મોટાભાગના અંડરગ્રાઉન્ડ બેઝ, લોન્ચિંગ સ્ટેશન અને યુદ્ધ સંગ્રહ કેન્દ્રો નાશ પામ્યા છે. ઈઝરાયલની સેના ઉત્તર ગાઝામાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. આમાં આતંકવાદીઓને પસંદગીપૂર્વક મારવામાં આવી રહ્યા છે. આના માત્ર બે દિવસ પહેલા, ઈઝરાયલી સંરક્ષણ દળો (IDF)એ ગુરુવારે ગાઝા પટ્ટીમાં જૂથની ટેન્ક વિરોધી મિસાઇલ કામગીરી માટે જવાબદાર હમાસના એક વરિષ્ઠ કમાન્ડરને ઠાર કર્યો હતો.

ગાઝા પર પડી ગાજ

ઈઝરાયલની સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે. હમાસ આતંકવાદીઓના તમામ મોટા ઠેકાણાઓને IDF સૈનિકોએ નષ્ટ કરી દીધા છે. હમાસ કમાન્ડર જે ત્રણ દિવસ પહેલા ઈઝરાયેલી સેના દ્વારા હુમલામાં માર્યો ગયો હતો તે સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડમાં હમાસ એન્ટી ટેન્ક મિસાઈલ યુનિટનો વડા હતો. ઈબ્રાહિમ અબુ-મગસિબ નામનો આ આતંકવાદી આઈએસએ અને આઈડીએફ ઈન્ટેલિજન્સ પર આધારિત ફાઈટર જેટ સ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલે હમાસના વધુ એક મોટા આતંકી ઠાર કર્યો, 1000 લોકોને બનાવ્યા હતા બંધક


આ પણ વાંચો: દિવાળી પર દેશવાસીઓને જીતની ભેટ આપશે ટીમ ઈન્ડિયા!

આ પણ વાંચો: રાજૌરીના નૌશેરામાં સૈનિકોએ દિવાળી ઉજવી, PM મોદી આજે LOC પર પહોંચશે!

આ પણ વાંચો: NCP સુપ્રીમો શરદ પવારની તબિયત અચાનક બગડી, ડોક્ટરોએ આરામ કરવાની આપી સલાહ