Not Set/ IT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ,  સમગ્ર દેશમાં લાગુ કરાશે

  ભારતમાં કોઈ પણ વિભાગ હોય ભ્રસ્તાચારની હાજરી તો રહેવાની જ તેમાયે ઇત વિભાગના ભ્રષ્ટાચારઅવારનવાર સામે આવી રહ્યા છે. જેને નાથવા માટે વિભાગ દ્વારા ફેસલેસ પ્રક્રિયા પ્રોજેક્ટને અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી કામગીરીમાં સફળતા મળ્યા બાદ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. પહેલા એસેસમેન્ટ માટે એસીસીને ઇન્કમટેક્સ […]

Business
140ce5d158aabfd0dd65b5c0f7ce04ab IT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ,  સમગ્ર દેશમાં લાગુ કરાશે
 

ભારતમાં કોઈ પણ વિભાગ હોય ભ્રસ્તાચારની હાજરી તો રહેવાની જ તેમાયે ઇત વિભાગના ભ્રષ્ટાચારઅવારનવાર સામે આવી રહ્યા છે. જેને નાથવા માટે વિભાગ દ્વારા ફેસલેસ પ્રક્રિયા પ્રોજેક્ટને અમલ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી કામગીરીમાં સફળતા મળ્યા બાદ હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. પહેલા એસેસમેન્ટ માટે એસીસીને ઇન્કમટેક્સ ઓફીસ આવવું પડતું હતું. જો કે હવે તેઓએ ફિઝિકલી આવવાનાં બદલે ઓનલાઇન જ એેસેસમેન્ટ થઇ જશે. 

દિલ્હીથી જે નોટિસ આવે તેનો ઇમેઇલ થી જવાબ આપવાનો રહેશે. ગત વર્ષે દેશના 8 શહેરમાં આ પ્રોજેકટ શરૂ કરાયો હતો. દેશભરમાં 58319 કેસ ફેસલેસ એસેસમેન્ટના પાયલોટ પ્રોજેકટ અંતર્ગત નોટિસ અપાઇ હતી.

આ અંગે પત્રકારોને માહિતી આપતા આઇ ટી ગુજરાતના પ્રિન્સિપાલ કમિશનર પ્રિતમસિંગે જણાવ્યું હતું કે દેશભરમાં ટૂંક સમયમાં ફેસલેસ એસેસમેન્ટ યોજના અમલ થશે. હાલ દેશમાં 8 શહેરોમાં ફેસલેસ એસેસમેન્ટનો પાયલટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. પાયલટ પ્રોજેકટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફેસલેસ પ્રોજેક્ટ અંતર્ગત ઇમેઇલ થી કરદાતાઓને નોટિસ મોકલાશે. જેનો જવાબ નક્કી કરાયેલા દિવસોમાં કરદાતાઓએ ઇમેઇલથી આપવાનો રહેશે.

નક્કી કરાયેલ ક્રાઇટેરિયા મુજબ કરદાતાઓને રેન્ડમલી નોટિસ મોકલાશે. મોકલાયેલી નોટિસનો જવાબ ઓનલાઈન આવે ત્યારે 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના પર ચકાસણી કરવામાં આવશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.