Not Set/ યુપીમાં સપા-બસપા ગઠબંધનનાં અંતનાં ભણકારા?

યુપીમાં સપા-બસપા ગઠબંધનનાં અંતનાં ભણકારા સંભળાઇ રહ્યા છે. માયાવતિ દ્રારા યુપીમાં હારનું ઠીકરું સપા પર ફોડવાની કોશિશ સાથે  આવનાર ચૂંટલીમાં એકલા જ જંપલાવાની વાત કહેવામાં આવી છે. તો અખિલેશ દ્રારા પણ એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવવામાં આવી છે. બસપા પ્રમુખનાં આવા વલણ પર સપા પ્રમુખે પણ મૌન તોડી કહ્યું જો સપાનાં મતો ન મળ્યા હોત […]

Top Stories India
MAYAWATI AKHILESH 101708 730x419 m યુપીમાં સપા-બસપા ગઠબંધનનાં અંતનાં ભણકારા?

યુપીમાં સપા-બસપા ગઠબંધનનાં અંતનાં ભણકારા સંભળાઇ રહ્યા છે. માયાવતિ દ્રારા યુપીમાં હારનું ઠીકરું સપા પર ફોડવાની કોશિશ સાથે  આવનાર ચૂંટલીમાં એકલા જ જંપલાવાની વાત કહેવામાં આવી છે. તો અખિલેશ દ્રારા પણ એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવવામાં આવી છે.

બસપા પ્રમુખનાં આવા વલણ પર સપા પ્રમુખે પણ મૌન તોડી કહ્યું જો સપાનાં મતો ન મળ્યા હોત તો યુપીમાં બસપાને ફક્ત 4થી 5 બઠકો જ મળી હોત. સપા-બસપા ગઠબંધનપર માયાવતીની પ્રેસ કોન્ફરન્સ પછી, સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ મૌન તોડ્યું અને કહ્યું છે કે જો પેટા ચૂંટણીમાં ગઠબંધન સાથે ચૂંટણી નહીં લડે તો સમાજવાદી પાર્ટી પણ એકલા હાથે ચૂંટણી લડવા માટે તૈયારી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે સપા તમામ 11 બેઠકો પર એકલા ચૂંટણી લડશે.

akhileshyadav mayawati 1 યુપીમાં સપા-બસપા ગઠબંધનનાં અંતનાં ભણકારા?

જોકે અખિલેશ અને માયાવતિ બનેં દ્રારા કહેવામાં આવ્યું છે કે આનાથી ગઠબંધન પર કોઇ અસરો નહીં પડે અને ગઠબંધન તોમજ રહેશે. માયાવતિ દ્રારા કહેવામાં આવ્યું હતું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ સાથે તેમનો સંબંધ ક્યારેય સમાપ્ત થશે નહીં. હાલાકે અખિલેશ યાદવને તેના યાદવ સમાજે જ ચૂંટણીમાં ટેકો આપ્યો નથી. જો અખિલેશ પોતાનાં લોકોને સાથે લઇ ચાલવામાં સફળ થશે તો ગઠબંધનમાં પણ કોઇ ફરક નહી પડે અને અમે સાથે ચાલવા વિશે વિચારીશું.

નોંધનીય છે કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં યુપીમાંથી  ભાજપ, સપા અને બસપાનાં  અનેક MLA સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે ત્યારે વિધાનસભાની ખલી પડેલી બેઠકોમાં પેટા-ચૂંટણી નજીકનાં ભવિષ્યમાં જ આવશે તેવું જોવાઇ રહ્યું છે. માયાવતિ અને અખિલેશ દ્રારા પોત પોતાની રીતે પેટા-ચૂંટણી માટે તૈયારીઓ આરંભતા ગઠબંઘનમાં તિરાડ જોવા મળી રહી છે.