સંયોગ/ ભારતમાં પ્રથમ વખત એવું બનશે કે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને એવા હોય, જેમનો જન્મ આઝાદી પછી થયો હોય

આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કંઈક એવું થયું જે પહેલાં ક્યારેય બન્યું ન હતું ગત દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત સાથે ઘણા રેકોર્ડ પણ બની ગયા છે

Top Stories India
1 2 14 ભારતમાં પ્રથમ વખત એવું બનશે કે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને એવા હોય, જેમનો જન્મ આઝાદી પછી થયો હોય

આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કંઈક એવું થયું જે પહેલાં ક્યારેય બન્યું ન હતું. ગત દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત સાથે ઘણા રેકોર્ડ પણ બની ગયા છે. જ્યાં દેશને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા ત્યાં દ્રૌપદી મુર્મુ દેશની સૌથી યુવા રાષ્ટ્રપતિ પણ બની છે. નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 25 જુલાઈએ યોજાશે.

આ સાથે, સ્વતંત્ર ભારતમાં પહેલીવાર એવું બનશે કે દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને એવા હોય, જેમનો જન્મ આઝાદી પછી થયો હોય. 20 જૂન, 1958ના રોજ જન્મેલા દ્રૌપદી મુર્મુ 25 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

જયારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ પણ આઝાદી પછી થયો હતો. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. આ પહેલા ક્યારેય એવું નથી બન્યું કે દેશના પીએમ અને રાષ્ટ્રપતિ બંને એવા હોય જેમનો જન્મ આઝાદી પછી થયો હોય.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, દ્રૌપદી મુર્મુએ કુલ 6,76,803 મતો મેળવીને તેમના હરીફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહાને હરાવ્યા હતા. તેની જીત સાથે ઘણા રેકોર્ડ પણ બની ગયા છે. જ્યાં ભારતને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા ત્યાં તે દેશના રાષ્ટ્રપતિ બનનાર બીજી મહિલા પણ બન્યા છે. આ સિવાય તે ઓડિશામાંથી રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ પણ છે. આ પહેલા તે ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. ત્યારબાદ તેમને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું.  25 જુલાઈએ દ્રૌપદી મુર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.