Not Set/ ચોરીનાં આરોપમાં મુસ્લિમ યુવકને ટોળાએ માર્યો ઢોર માર, જય શ્રી રામ બોલવા કર્યો મજબૂર, મારથી મોત

ઝારખંડનાં જમશેદપુરમાં, ટોળાએ મોટરસાઇકલ ચોરીનાં આરોપમાં એક મુસ્લિમ યુવાનને ખૂબ ઢોર માર માર્યો હતો. આ યુવાનને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો કે તેનું મૃત્યુ થઇ ગયુ. આ યુવાનનું નામ તબરેઝ હતું. મંગળવારે તબરેઝને ટોળાએ પકડી એક થાંભલા સાથે બાંધી દીધો હતો અને તેને લગભગ 7 કલાક સુધી મારતા રહ્યા અને ત્યારબાદ તેને બુધવારનાં રોજ પોલીસને […]

India
muslim 66393016 6 ચોરીનાં આરોપમાં મુસ્લિમ યુવકને ટોળાએ માર્યો ઢોર માર, જય શ્રી રામ બોલવા કર્યો મજબૂર, મારથી મોત

ઝારખંડનાં જમશેદપુરમાં, ટોળાએ મોટરસાઇકલ ચોરીનાં આરોપમાં એક મુસ્લિમ યુવાનને ખૂબ ઢોર માર માર્યો હતો. આ યુવાનને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો કે તેનું મૃત્યુ થઇ ગયુ. આ યુવાનનું નામ તબરેઝ હતું. મંગળવારે તબરેઝને ટોળાએ પકડી એક થાંભલા સાથે બાંધી દીધો હતો અને તેને લગભગ 7 કલાક સુધી મારતા રહ્યા અને ત્યારબાદ તેને બુધવારનાં રોજ પોલીસને સોંપી દીધો હતો. પરંતુ ત્યા સુધી તરબેઝ બેભાન થઇ ગયો હતો જે પછી તેની મોત થઇ ગઇ હતી. જેના પર તબરેઝનાં પરિવારજનોનું કહેવુ છે કે, મારા મારી દરમિયાન તેને ટોળા દ્વારા ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’નાં નારા લગાવવા પર મજબૂર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.

ઘટનાનાં ઘણા વીડિયો સામે આવ્યા છે જેમા એક વીડિયોમાં લોકો તેને એક લાકડીથી મારતા નજરે ચઢી રહ્યા છે અને તે રહેમની ભીખ માંગી રહ્યો છે. એક બીજા વીડિયોમાં ટોળુ તેને ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ બોલવાનું કહી રહ્યુ છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા એક આરોપી પપ્પૂ મંડલની ધરપકડ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, તબરેઝ અંસારી પુણેમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. તે ખરસાવા સ્થિત પોતાના ગામમાં ઈદ મનાવવા આવ્યો હતો. તેટલુ જ નહી થોડા સમય પછી તેના લગ્ન પણ થવાના હતા.

તબરેઝની મોત પર પરિવારનો હંગામો

તબરેઝની મોત બાદ પરિવારજનોએ આરોપ લગાવતા હંગામો શરૂ કરી દીધો હતો. પરિવારજનોએ સરાયકેલા થાના પોલીસ પર એક તરફી કાર્યવાહી કરતા નિર્દોશને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. પરિજનોએ જણાવ્યુ કે, મૃતક પૂણેમાં કામ કરતો હતો અને ઈદની રજાઓમાં ગામડે આવ્યો હતો. 17 જૂનનાં રોજ તે ગામનાં બે યુવકોની સાથે એક બાઇક પર સવાર થઇને જમશેદપુરનાં આઝાદનગરથી પાછો ફરી રહ્યો હતો. ત્યારે સરાયકેલા થાના અંતર્ગત ઘાતકીડીહ ગામનાં ગ્રામીણોએ ત્રણેયને ચોરીની શંકામાં પકડ્યા. જેમા બે યુવકો ભાગવામાં સફળ રહ્યા હતા જ્યારે તબરેઝને ગ્રામીણોએ પકડી એક વિજળીનાં થાંભલે બાંધી દીધો હતો અને ઘણા કલાકો સુધી તેને ઢોર માર માર્યો હતો. પરિવારજનોએ આ ખતરનાક નજારાની વીડિયો ક્લીપ જાહેર કરતા મૃતકને કોમ વિશે પૂછી જબરદસ્તી ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ નાં નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે એક શખ્સ પપ્પૂ મંડલની ધરપકડ કરી છે. અને સાથે પોલીસ આ વીડિયોની પણ મદદ લઇને આગળની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.