Not Set/ ગોવાની ભાજપ સરકાર પર સંકટ, પર્રિકરના સ્થાને નવા નેતાની પસંદગીનો પડકાર

ગોવા, મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ ફરી ગોવાની ભાજપ સરકાર પર સંકટ મડરાવા લાગ્યું છે. ભાજપ સામે હવે પર્રિકરના સ્થાને નવા નેતાની પસંદગીનો પડકાર ઉભો થયો છે. કારણ કે કોંગ્રેસ પહેલા જ રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જેને જોતા રવિવારે રાત્રે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી ગોવા પહોંચ્યા હતા અને પાર્ટી નેતાઓ […]

Top Stories India
mantavya 353 ગોવાની ભાજપ સરકાર પર સંકટ, પર્રિકરના સ્થાને નવા નેતાની પસંદગીનો પડકાર

ગોવા,

મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ ફરી ગોવાની ભાજપ સરકાર પર સંકટ મડરાવા લાગ્યું છે. ભાજપ સામે હવે પર્રિકરના સ્થાને નવા નેતાની પસંદગીનો પડકાર ઉભો થયો છે.

કારણ કે કોંગ્રેસ પહેલા જ રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જેને જોતા રવિવારે રાત્રે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી ગોવા પહોંચ્યા હતા અને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી.

જ્યાં રવિવારે રાત્રે નિતિન ગડકરી સાથે મહારાષ્ટ્રવાદી ગૌમંતક પાર્ટીના નેતા સુદિન ધવલીકરે પણ બેઠક કરી.  ધવલીકરે કહ્યું કે તેઓ પોતાની પાર્ટી સાથે બેઠક કર્યા બાદ જણાવશે કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે.

ઉલ્લેખનિય છે કે ગોવાના મુખ્યપ્રધાન પર્રિકરનું રવિવારે 63 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા લાંબાસમયથી પૈન્ક્રિયાટિક કેંસરથી પીડાતા હતા.

પરિકરની જગ્યાએ બીજેપી તરફથી વિશ્વજીત રાણે અને પ્રમોદ સાવંતના નામ આગળ ધરવામાં આવ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના સાથી દળો મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી), ગોવા ફોરવર્ડ પાર્ટી અને અપક્ષ ધારાસભ્યો વચ્ચે આ નામને લઈને એકમત નથી થયો. એટલે કે નવા સીએમ માટે ગોવાએ હજી રાહ જોવી પડશે.

ગોવામાં ગઠબંધનની સરકાર છે. જેમાં ભાજપ, ગોવાન ફોર્ડવર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષ ધારાસભ્યો શામેલ છે. પર્રિકરના નિધન બાદ કોંગ્રેસ અને ભાજપ બન્ને દળો હાલની સ્થિતિને લઈને મંથન પર લાગી ગયા છે.