રાજસ્થાન/ વસુંધરા સમર્થકોના જ વેતરણમાં લાગ્યું ભાજપ, પૂર્વ મંત્રી રોહિતાશ્વ શર્માને નોટિસ

વસુંધરા રાજેની તરફેણમાં નિવેદનો આપવા અને તેમને મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવાની માંગણી કરવા ક્યા નેતાને નોટિસ મળી છે.

Top Stories India
જગન્નાથ જી 7 વસુંધરા સમર્થકોના જ વેતરણમાં લાગ્યું ભાજપ, પૂર્વ મંત્રી રોહિતાશ્વ શર્માને નોટિસ

રાજસ્થાનમાં રાજકીય હલચલ થમવાનું નામ નથી લઈ રહી. પાછી તે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષોનો આંતરિક વિવાદ ચરમ સીમાએ છે. ભાજપમાં પણ આંતરિક વિખવાદ તીવ્ર બન્યો છે. દરરોજ પક્ષ વિરોધી સંગઠનનાં નિવેદનોથી પરેશાન, ભાજપના નેતૃત્વએ વસુંધરા રાજેના સમર્થક અને પૂર્વ મંત્રી રોહિતાશ્વ શર્માને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. નોટિસ મળ્યા પછી પૂર્વ મંત્રી ડો.રોહિતાશ્વએ કહ્યું કે મને મારા અંગત સ્વાર્થને લઇ નોટિસ આપવામાં આવી છે. આ વિનાશ કાળ વિપરીત બુદ્ધિ જેવું સંકેત છે. ભૈરોસિંહ શેખાવત અમારા આદર્શ છે. અને વસુંધરા રાજે અમારા નેતા છે. ભાજપ મારી માતા છે, કોઈ પણ પુત્રને માતાથી અલગ કરી શકે નહીં. જેમને નોટિસ મળી છે તેમની પાસે મને પાર્ટીમાંથી હાંકી કાઢવાની ક્ષમતા નથી.

Rajasthan High court issues notice to Vasundhara for not vacating  government bungalow next hearing will be on sep 10

રોહિતાશ્વ શર્માએ કહ્યું કે નોટિસ આપતા પહેલા મને ફોન કરવો જોઈતો હતો. મારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી. હું લડીશ, જો મારે દિલ્હી જવું  પડે કે ભૂખ હડતાલ કરવી પડશે તો પણ હું કરીશ. આપણે જે કહીએ છીએ તે વ્યક્તિવાદ કેવી રીતે બને છે? નેતાઓ તેમના વિસ્તારોમાં જાય છે, તો પછી કેમ તેમના નારા લગાવવામાં આવે છે. ભૂતકાળમાં વસુંધરા રાજેના નેતા પ્રહલાદ ગુંજલ, ધારાસભ્ય પ્રતાપસિંહ સિંઘવી, તરુણ કાગાએ પણ પક્ષ સંગઠન પર નિવેદનો આપ્યા હતા. જે પછી, મંગળવારે પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલી રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક બાદ, રાજ્ય પ્રભારી અરુણસિંહે પક્ષ વિરોધી નિવેદનો આપનારા નેતાઓને બક્ષવામાં નહીં આવે તે સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

બુધવારે જ પ્રદેશ અધ્યક્ષ સતિષ પૂનિયાએ કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણએ 99 દુષ્ટતાભરી વાતો સાંભળીને શિશુપાલની હત્યા કરી હતી. હવે પાર્ટી આવા નેતાઓને બચાવશે નહીં, જે પાર્ટીને નબળા પાડવાનું કામ કરી રહ્યા છે. તેમને ભૂલ સુધારવાની તક મળશે નહીં. પૂનિયાના નિવેદનોની અસર આજે દેખાઈ રહી હતી. પૂર્વ મંત્રી રોહિતાશ્વ શર્માને નોટિસ ફટકારી હતી. હવે જોવાનું એ છે કે, આગામી દિવસોમાં વસુંધરા રાજેની તરફેણમાં નિવેદનો આપવા અને તેમને મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવાની માંગણી કરવા ક્યા નેતાને નોટિસ મળી છે.