Not Set/ જયપુર બોમ્બ બ્લાસ્ટ/ કોર્ટે 4 આરોપીઓને દોષી ઠેરવ્યા, 1 નિર્દોષ જાહેર

2008 નાં જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે, આ કેસમાં 4 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે, જ્યારે એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, વિશેષ અદાલતનાં ન્યાયાધીશ અજયકુમાર શર્માએ ચુકાદો આપ્યો હતો. આપને જણાવી દઇએ કે, 13 મે, 2008 નાં રોજ, જયપુરની અંદર જુદા જુદા સ્થળોએ 8 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, […]

Top Stories India
Hammer 1576589267 જયપુર બોમ્બ બ્લાસ્ટ/ કોર્ટે 4 આરોપીઓને દોષી ઠેરવ્યા, 1 નિર્દોષ જાહેર

2008 નાં જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે, આ કેસમાં 4 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે, જ્યારે એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, વિશેષ અદાલતનાં ન્યાયાધીશ અજયકુમાર શર્માએ ચુકાદો આપ્યો હતો. આપને જણાવી દઇએ કે, 13 મે, 2008 નાં રોજ, જયપુરની અંદર જુદા જુદા સ્થળોએ 8 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 71 લોકો માર્યા ગયા હતા અને 176 લોકો ઘાયલ થયા હતા.

દોષિત ઠેરવવામાં આવેલા તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશનાં છે, ગુનેગારોની સજાની આજે જાહેરાત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જયપુર બ્લાસ્ટનાં અન્ય બે આરોપીઓને 2008 માં નવી દિલ્હીનાં બટલા હાઉસ ખાતે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે માર્યા હતા.

બુધવારે ન્યાયાધીશ અજયકુમાર શર્માએ આરોપી મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમ, સૈફુર રહેમાન અને મોહમ્મદ સલમાનને દોષી ઠેરવ્યા છે, જ્યારે શાહબાઝ હુસૈનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, વળી તેમના ત્રણ સાથીઓની આજ દિન સુધીમાં ધરપકડ કરવામાં આવી નથી.

રાજસ્થાન સરકારે આરોપીઓને પકડવા એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) ની રચના કરી હતી, આ કેસમાં જયપુરનાં ચાંદપોલ હનુમાન મંદિર, સાંગાનેરી ગેટ હનુમાન મંદિર સહિત અનેક જગ્યાએ વિસ્ફોટો થયા હતા. જયપુર બ્લાસ્ટ કેસમાં એટીએસએ 11 આતંકવાદીઓનાં નામ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.