Not Set/ ચેન્નઇના મરીન બીચ પર હિસક પ્રદર્શનમાં 150 લોકોની અટકાયત, 80 લોકો ઘાયલ

ચેન્નઇઃ તમિલનાડુમાં જલ્લીકટ્ટુ પર લગાવવામાં આવેલી રોકને દૂર કરવા માટે વટહૂકમ બહાર પાડવામાં આવ્યો હતો. તેમ છતા લોકોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લેતો. ચૈન્નઇના મરીના બીચ પર છેલ્લા 6-7 દિવસથી પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે સોમવારે સવારે ત્યાંથી બળજબરી પૂર્વક હટાવી દીધા હતા. પોલીસે પહેલા તેમને પ્રદર્શન પૂરુ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. […]

India
ચેન્નઇના મરીન બીચ પર હિસક પ્રદર્શનમાં 150 લોકોની અટકાયત, 80 લોકો ઘાયલ

ચેન્નઇઃ તમિલનાડુમાં જલ્લીકટ્ટુ પર લગાવવામાં આવેલી રોકને દૂર કરવા માટે વટહૂકમ બહાર પાડવામાં આવ્યો હતો. તેમ છતા લોકોનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લેતો. ચૈન્નઇના મરીના બીચ પર છેલ્લા 6-7 દિવસથી પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે સોમવારે સવારે ત્યાંથી બળજબરી પૂર્વક હટાવી દીધા હતા. પોલીસે પહેલા તેમને પ્રદર્શન પૂરુ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તે ના માન્યા તો પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો. લાઠીચાર્જમાં 80 જેટલા પ્રદર્શકારી અને 20 જેટલા પોલીસવાળઆ ઘાયલ થયા હતા.

પોલીસ જ્યારે અહી પ્રદર્શનકારીઓને દૂર કરી રહી હતી. ત્યારે તે લોકો રાષ્ટ્રગાન ‘ જન-ગણ-મન’  ગાવા લાગ્યા હતા. લાઠીચાર્જ બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ચૈન્નઇ સિવાય મજદૂરે કોયંબતૂર અને ત્રિચીમાં પણ પ્રદર્શનકારિયો બળજબરીથી હટાવવામાં આવ્યા હતા.

જલ્લીકટ્ટુના સમર્થનમાં આંદોલન ધીરેધીરે ઉગ્ર બનતું જાય છે. પોલીસ દ્વારા બળજબરી દૂર કરી દેવામાં આવ્યા બાદ મદુરૈના અલંગનલ્લૂરમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે બજબરદસ્ત સંઘર્ષ થયો હતો. ચેન્નઇમાં પ્રદર્શનકારીઓ પોલીસ સ્ટેશન બહાર ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. આ સંઘર્ષમાં 20 પોલીસવાળા ઘાયલ થયા હતા. પ્રદર્શન કારીઓએ પોલીસવાળા પર પત્થરમારો પણ કર્યો હતો. પોલીસના બળ પ્રયોગથી 80 કરતા વધુ લોકો જખ્મી થયા હતા.  હિંસાને જોતા ચેન્નઇમાં સ્કુલ બંધ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર તમિલનાડુની પરિસ્થિતિને જોતા ચેન્નઇમાં સ્કુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર તમિલનાડુની પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે. જો જરૂર જણાશે તો સેંટ્રલ ફોર્સ પણ મોકલવામાં આવે છે.