Cricket/ જેમ્સ એન્ડરસને તોડ્યો 110 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ,આ મામલે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો!

ઇંગ્લિશ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને 110 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને સૌથી  વધુ ઉંમરે  ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બની ગયા છે

Top Stories Sports
10 22 જેમ્સ એન્ડરસને તોડ્યો 110 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ,આ મામલે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો!

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની મહાનતા એ હકીકત પરથી જાણી શકાય છે કે તે 40 વર્ષના હોવા છતાં ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે, જ્યાં કેટલીકવાર તમારે એક દિવસમાં 20-25 ઓવર ફેંકવી પડે છે. 40 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવું એ કોઈ મોટી વાત નથી, પરંતુ ફાસ્ટ બોલર માટે આ કામ સરળ નથી. આ જ કારણ છે કે જેમ્સ એન્ડરસને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે  ઇંગ્લિશ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને 110 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને સૌથી  વધુ ઉંમરે  ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બની ગયા છે. આ મામલામાં તેમણે ઓસ્ટ્રેલિયાના સિડની બાર્ન્સને પાછળ છોડી દીધા છે. સિડની બાર્ન્સે 1912માં 39 વર્ષ અને 52 દિવસની ઉંમરમાં ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ વિકેટ લીધી હતી, પરંતુ હવે જેમ્સ એન્ડરસને 40 વર્ષ અને 19 દિવસની ઉંમરે ટેસ્ટ વિકેટ લઈને તેમને પાછળ છોડી દીધો છે.

સચિન તેંડુલકર અને શ્રીલંકાના રંગના હેરાથે અગાઉ 40 વર્ષની ઉંમરે ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં, આ બંને સ્પિનર ​​છે અને તેમણે છેલ્લા દાયકામાં આ સિદ્ધિ મેળવી હતી. ઉલ્લેખનીય છે  કે જેમ્સ એન્ડરસન વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ફાસ્ટ બોલર પણ છે. તેમણે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં અત્યાર સુધીમાં 658 વિકેટ લીધી છે અને આ સંખ્યા વધતી રહેશે.