Not Set/ માં વૈષ્ણોદેવી મંદિરની પ્રાચીન ગુફા વાંચો કયા દિવસે ખુલશે

માં વૈષ્ણોદેવીના દર્શન કરવા ઈરછતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે કટડા આવતા ભક્તો પ્રાચીન ગુફાના દર્શન કરી શકશે. આ વર્ષે પણ દર વર્ષની જેમ પ્રાચીન ગુફાનો રસ્તો મકર સંક્રાતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ના રોજ ખોલી દેવામાં આવશે. માં વૈષ્ણોદેવીના ભક્ત હવે આ રસ્તે માં ના દર્શન કરી શકશે.મોટાભાગના ભક્ત જાન્યુઆરી મહિનામાં […]

Top Stories India Trending
vaishno devi temple માં વૈષ્ણોદેવી મંદિરની પ્રાચીન ગુફા વાંચો કયા દિવસે ખુલશે

માં વૈષ્ણોદેવીના દર્શન કરવા ઈરછતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. ઉત્તરાયણના દિવસે કટડા આવતા ભક્તો પ્રાચીન ગુફાના દર્શન કરી શકશે.

આ વર્ષે પણ દર વર્ષની જેમ પ્રાચીન ગુફાનો રસ્તો મકર સંક્રાતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ના રોજ ખોલી દેવામાં આવશે. માં વૈષ્ણોદેવીના ભક્ત હવે આ રસ્તે માં ના દર્શન કરી શકશે.મોટાભાગના ભક્ત જાન્યુઆરી મહિનામાં ક્યારે આ ગુફા ખુલે તેની રાહ જોતા હોય છે.દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જ પ્રાચીન ગુફાનો રસ્તો ખોલવામાં આવે છે.

વૈષ્ણોદેવીથી ભૈરોઘાટી દર્શન કરનારા શ્રદ્ધાળુઓ રોપ-વેથી જઇ શકશે.રોપ-વે  અંતર્ગત વૈષ્ણોદેવીથી ભૈરોનાથ મંદિર (ભૈરો ઘાટી) સુધી આ સુવિધા મળશે.વૈષ્ણોદેવીના દરબારથી ભૈરોનાથનો રસ્તો ઘણો કઠિન અને મુશ્કેલ ભર્યો માનવામાં આવે છે. અહીં ઊભું ચઢાણ હોવાના કારણે યાત્રીકોને ઘણી સમસ્યાઓ નડે છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અથવા ઘોડા દ્વારા અહી સુધી આવતા હોય છે.

રોપ-વે સેવા માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે  

જો તમે વૈષ્ણોદેવી દરબારથી ભૈરોનાથની યાત્રા રોપ-વેથી કરો છો તો તમારે વ્યક્તિદીઠ માત્ર ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ રોપ-વે સેવાથી શ્રદ્ધાળુઓ માત્ર ચારથી પાંચ મિનિટમાં નિયત સ્થળે પહોંચી જશે, તેમાં પ્રતિ એક કલાકમાં આઠસો યાત્રીઓને ભવનથી ભૈરો મંદિર સુધી લઇ જવાની ક્ષમતા હશે. એક વખતમાં ૪ર યાત્રીઓ જઇ શકશે. અહીં પહેલાં પગપાળા જવામાં બે કલાકનો સમય લાગતો હતો. જયારે ઘોડા પર જવાથી પ્રતિ વ્યક્તિ ૩૦૦થી પ૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા.