Not Set/ જમ્મુ-કાશ્મીર/ સરહદ નજીક ઘણા વિસ્તારોમાં ભારે હિમસ્ખલન, 4 જવાન ગુમ

ઉત્તર કાશ્મીરનાં બે વિસ્તારોમાં મંગળવારે આવેલા હિમસ્ખલનમાં અનેક જવાન ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હિમસ્ખલનની ઘટના કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં બની છે. ગુમ થયેલ સૈનિકોની શોધમાં સેનાની એ.આર.ટી. ને લગાવવામાં આવેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક યુવાન શહીદ થઇ ગયો છે, ત્રણ જવાન ગુમ થયા છે, જ્યારે ચારને સુરક્ષિત બહાર કાઠીને […]

Top Stories India
Avlanch જમ્મુ-કાશ્મીર/ સરહદ નજીક ઘણા વિસ્તારોમાં ભારે હિમસ્ખલન, 4 જવાન ગુમ

ઉત્તર કાશ્મીરનાં બે વિસ્તારોમાં મંગળવારે આવેલા હિમસ્ખલનમાં અનેક જવાન ગુમ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હિમસ્ખલનની ઘટના કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં બની છે. ગુમ થયેલ સૈનિકોની શોધમાં સેનાની એ.આર.ટી. ને લગાવવામાં આવેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક યુવાન શહીદ થઇ ગયો છે, ત્રણ જવાન ગુમ થયા છે, જ્યારે ચારને સુરક્ષિત બહાર કાઠીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા સૈનિકોની શોધમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર, બાંદીપોરાના ગુરેઝ સેક્ટર અને કુપવાડા જિલ્લાનાં કરનાહ સેક્ટરમાં મંગળવારે બે હિમસ્ખલનની ઘટનાઓ બની હતી. આ બંને વિસ્તાર ઉત્તર કાશ્મીર હેઠળ આવે છે. 18 હજાર ફૂટથી વધુની ઉંચાઇ પરનાં હિમસ્ખલનમાં 4 સૈનિકો ગુમ થયા હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. સૈનિકોની શોધ માટે સેનાએ એવલોંચ રેસ્ક્યૂ ટીમ અને સૈન્ય હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. જો કે, અત્યાર સુધી સેનાએ આ સમગ્ર કામગીરીને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. એસએસપી શ્રીરામ દિનકરે જણાવ્યું હતું કે, હિમસ્ખલનમાં ચાર જવાનને દફનાવવામાં આવ્યા હતા. એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. એકને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એક જવાન ગુમ છે. હિમસ્ખલનની જાણ થતાં સેનાએ બચાવ કામગીરી માટે રેસ્ક્યૂ ટીમો અને સર્ચ ટીમો તૈનાત કરી દીધી છે. ગુમ થયેલા સૈનિકોને શોધવા માટે આર્મી હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ અગાઉ, 30 નવેમ્બરનાં રોજ, દક્ષિણ સિયાચીન ગ્લેશિયરમાં આશરે 18 હજાર ફૂટની ઉંચાઇએ એક હિમસ્ખલન શનિવારે આર્મી પેટ્રોલીંગને ટકરાયો હતો. આમાં સેનાનાં બે જવાનો શહીદ થયા હતા. વળી નવેમ્બર મહિનામાં, સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનમાં ચાર સૈનિકોની મોત થઇ હતી. બે પોર્ટરોની પણ મોત થઇ હતી. ત્યારબાદ થયેલી અન્ય ઘટનામાં, બે સૈનિકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.