Not Set/ જમ્મુ કાશ્મીર : નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનનાં ફાયરિંગમાં એક જવાન શહીદ

પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું  જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ  ફાયરિંગમાં એક સૈનિક માર્યો ગયો હતો સેનાની પલટવાર કરતાં જવાબી કાર્યવાહી 2,225 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. અહીં સરહદ પરનાં ગોળીબારમાં એક જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ સમયે, ભારતીય સેના દ્વારા ફણ […]

Top Stories India
Kashmir 768x512 1 જમ્મુ કાશ્મીર : નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનનાં ફાયરિંગમાં એક જવાન શહીદ
  • પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું 
  • જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ 
  • ફાયરિંગમાં એક સૈનિક માર્યો ગયો હતો
  • સેનાની પલટવાર કરતાં જવાબી કાર્યવાહી
  • 2,225 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. અહીં સરહદ પરનાં ગોળીબારમાં એક જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ સમયે, ભારતીય સેના દ્વારા ફણ તાત્કાલિક મોરચો સંભાળી પાકિસ્તાન સૈન્યને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370થી હટાવ્યા બાદથી પાકિસ્તાન ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

આપણ વાંચો : ના-પાકે ઘુસણખોરી કરાવવા માટે જમ્મૂ કાશ્મીર બોર્ડર પર શરુ કર્યું ફાયરીંગ

આ જ કારણ છે કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે તે સમય-સમય પર યુદ્ધ વિરામના ઉલ્લંઘન સાથે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન પાંચ વર્ષમાં સૌથી વધુ કરવામાં આવ્યું છે.

ભારતીય સૈન્યના ડેટા મુજબ, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 2 ઓક્ટોબર સુધી 2,225 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો અર્થ છે કે આ સમયગાળા દરમિયાન તેણે દિવસમાં સરેરાશ આઠ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.