Not Set/ જમ્મુ-કાશ્મીર : શોપિયાં જિલ્લામાં સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં રવિવારે સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. સુત્રોનું કહેવુ છે કે, આ અથડામણ દારમદોરા કીગામ વિસ્તાર બની હતી, જ્યા સેનાએ આતંકવાદીઓની ઘેરી લીધા હતા. Shopian Encounter Update: Two terrorists have been killed in ongoing encounter between terrorists and security forces in […]

India
Jammu and Kashmir encounter જમ્મુ-કાશ્મીર : શોપિયાં જિલ્લામાં સેનાએ બે આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં જિલ્લામાં રવિવારે સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. સુત્રોનું કહેવુ છે કે, આ અથડામણ દારમદોરા કીગામ વિસ્તાર બની હતી, જ્યા સેનાએ આતંકવાદીઓની ઘેરી લીધા હતા.

રવિવારનાં એક દિવસ પહેલા શનિવારે જ જમ્મુ-કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં નિયંત્રણ સીમાની નજીક મોટી સંખ્યામાં હથીયારો સહિત આતંકીઓ હોવાની સેનાને જાણ થઇ હતી. આતંકીઓ હોવાની જાણ થતા સેનીએ મોટી સફળતા મેળવતા એક આતંકીને બાનિયાર વિસ્તારમાં ઠાર કરી દીધો હતો. અહી શનિવાર સવારથી જ અથડામણ શરૂ થઇ ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, આ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાના સમાચાર સેનાને મળ્યા હતા, જે પછી ભારતીય સેના, કેંન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જે દરમિયાન આતંકીઓ તરફથી ગોળીઓ ચલાવવાનું શરૂ થઇ ગયુ. આ અથડામણ દરમિયાન સેનાએ એક આતંકીને ઠાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં 17 જૂને આતંકીઓ સાથે એનકાઉન્ટર દરમિયાન એક મેજર શહીદ થઇ ગયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ થઇ ગયા હતા. જો કે આ અથડામણમાં એક આતંકવાદી પણ મોતને ભેટ્યો હતો.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.