જમ્મુ-કાશ્મીર/ અનંતનાગના શ્રીગુફવારામાં 4 આતંકીઓ ઠાર, હજુ પણ બે-ત્રણ છુપાયેલા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા  એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, વધુ 2-3 આતંકવાદીઓના છુપાયેલા હોવાની સંભાવના છે.

India
a 336 અનંતનાગના શ્રીગુફવારામાં 4 આતંકીઓ ઠાર, હજુ પણ બે-ત્રણ છુપાયેલા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા  એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, વધુ 2-3 આતંકવાદીઓના છુપાયેલા હોવાની સંભાવના છે. આ એન્કાઉન્ટર અનંતનાગના શ્રીગુફવારાના શલ્ગુલ જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે આર્મી અને સીઆરપીએફના જવાનો પણ એન્કાઉન્ટર સ્થળે હાજર છે. આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી બાદ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળ સ્થળ પર પહોંચતાંની સાથે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

શુક્રવારે શોપિયાંમાં માર્યા ગયા હતા 3 આતંકવાદીઓ

શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બડગામ અને શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટરની અલગ અલગ ઘટનાઓમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસ જવાન શહીદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારના જાનીગામ ગામને ઘેરા બંધી કરી હતી.

તેમણે કહ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં એકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શોપિયાં જિલ્લાના બડીગામમાં એક અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.