જમ્મુ-કાશ્મીર/ ગઈ કાલે કાશ્મીરી પંડિતની હત્યા તો આજે SPOને મારી ગોળી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

Top Stories India
Untitled 10 3 ગઈ કાલે કાશ્મીરી પંડિતની હત્યા તો આજે SPOને મારી ગોળી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે SPO રિયાઝ થોકર પુલવામામાં તૈનાત હતા. આતંકવાદીઓએ તેના પર ગડુરામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં રિયાઝને ગોળી વાગી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

એક દિવસ પહેલા જ કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી

આના એક દિવસ પહેલા જ આતંકવાદીઓએ મહેસૂલ વિભાગમાં તૈનાત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પછી આતંકીઓ ભાગી ગયા હતા.

રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર

બીજી તરફ રાહુલ ભટ્ટના આજે બાંટલાબમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડીજીપી જમ્મુ મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.