Not Set/ ધ્રોલ: રોંગ સાઇડમાં આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

ધ્રોલ, 17 તારીખ મંગળવારના રોજ લતીપુર પાસે આવેલા એક પેટ્રોલ પમ્પ પાસે એક કામ અને બાઈક વચ્ચે ભયંકર એક્સીડેન્ટ થયું હતું. સાંજે અંદાજે સાડા પાંચ વચ્ચે આ ઘટના ઘટી હતી જેમાં રોંગ સાઈડ આવી રહેલી કારે સામેથી રહેલા બાઈક ચાલકને હડફેટે લઇ લીધો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં […]

Top Stories Gujarat Rajkot Others
jaamnagar accident ધ્રોલ: રોંગ સાઇડમાં આવતી કારે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત

ધ્રોલ,

17 તારીખ મંગળવારના રોજ લતીપુર પાસે આવેલા એક પેટ્રોલ પમ્પ પાસે એક કામ અને બાઈક વચ્ચે ભયંકર એક્સીડેન્ટ થયું હતું. સાંજે અંદાજે સાડા પાંચ વચ્ચે આ ઘટના ઘટી હતી જેમાં રોંગ સાઈડ આવી રહેલી કારે સામેથી રહેલા બાઈક ચાલકને હડફેટે લઇ લીધો હતો.

આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે બાઈક ચાલાક બરોબર સાઈડમાં બાઈક ચાલાકી રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવા માટે સ્પીડથી આવી રહેલી કરે આવતા સામે આવી રહેલા બાઈક ચાલકને ફંગોળી હતો.

આ ઘટના એટલી ભયાનક હતી કે કાર સામે બાઈક ટકરાતા કારના આગળના ટાયર નીકળી જાય છે. આ ઘટનામાં બાઈક વીસથી ત્રીસ ફૂટ દૂર ફંગોળાય જાય છે. જયારે બાઈક ચાલાક નામે અબ્બાસ નાગણી રસ્તા પર પછડાય છે.

આ ઘટનામાં બાઈક ચાલકનું મોત થયું હતું. જયારે કાર ચાલાક ઘાટાં સાથળેથી ફરાર થઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જેની મદદે પોલીસે કાર ચાલકની શોધખોળ ચાલુ કરી છે.