Not Set/ લખતર ખાતે જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર

જિલ્લા પોલીસવડાએ કર્યું લખતર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન

Gujarat
IMG 20210727 WA0015 લખતર ખાતે જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ, સુરેન્દ્રનગર.

જિલ્લા પોલીસવડાએ કર્યું લખતર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન

વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન પરેડનું કરવામાં આવ્યું નિરીક્ષણ

લોકદરબારમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રહયા ઉપસ્થિત

નાગરિકો સાથે એસપી બગડીયાએ લોકદરબારમાં કરી ચર્ચાઓ

એસપી એ વહેલામાં વહેલી તકે વેક્સીન લઈ લેવા લોકોને કરી અપીલ

લખતર ખાતે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા લખતર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપી બગડીયા દ્વારા પરેડનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાંર બાદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. બાદ પોલીસ સ્ટેશનના પટાગણમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી એચ.પી.દોશી, પીઆઇ ડી.એમ.રાવલ,લખતર પીએસઆઇ એચ.એમ.રબારીની ઉપસ્થિતમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત જુલાઈ ૨૦૧૯ના લોકદરબારમાં લખતર બસ સ્ટેન્ડ પાસે પોલીસ ચોકી ઉભી કરવા નાગરિકો દ્વારા માંગ કરાઈ હતી.

જે આજદિન સુધી કાઈ કાર્યવાહી હાથ ન ધરતા તે બાબતે એસપીને નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી એસપી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. તેમજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગાર તેમજ અસામાજિક તત્વો દ્વારા હેરાન ગતી, ત્રાસ કે જમીન પ્લોટ જેવી ગ્રેન્ડલે્બિંગના પ્રશ્નો અંગે રજુઆત કરવા અંગે લોકોને અપીલ કરવામાં આવી હતી.

લોકદરબારમાં જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ કીર્તિરાજસિંહ ઝાલા, લખતર સરપંચ પ્રહલાદભાઈ ચાવડા, લખતર વેપારી એશોશીયનના પ્રમુખ અશોકભાઈ દોશી,જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઈ મજેઠીયા સહિતના પદાઘીકારીઓ વેપારીઓ,શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહયા હતા.