Not Set/ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઠાકોર સાહેબની પ્રતિમાનું અનાવરણ,મોટી સંખ્યામાં શહેરી જનો રહ્યા હાજર

જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગુરુવારે વિજયાદશમી નિમિત્તે નગરપાલિકા દ્વારા ગાંધીચોકમાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઠાકોર સાહેબ અને પૂર્વ ધારાસભ્ય ચંદ્ર સિંહજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આ અવસરે જામનગર શહેર તેમજ ગોંડલના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દશેરા નિમિત્તે દર વર્ષે ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા સંચાલન તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં […]

Top Stories Gujarat Others Videos
gujarat education minister bhupendrasinh chudasama inaugurated the statue of thakur saheb

જામનગર,

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગુરુવારે વિજયાદશમી નિમિત્તે નગરપાલિકા દ્વારા ગાંધીચોકમાં કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઠાકોર સાહેબ અને પૂર્વ ધારાસભ્ય ચંદ્ર સિંહજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી હતી.

આ અવસરે જામનગર શહેર તેમજ ગોંડલના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દશેરા નિમિત્તે દર વર્ષે ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા સંચાલન તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વખતે ઠાકોર સાહેબની પ્રતિમા અનાવરણ વિધિ નો કાર્યક્રમ સાથે હોય બસ સ્ટેન્ડ પાછળ આવેલા જોરાવરસિંહજી સ્પોર્ટ્સ ક્લબ ખાતે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ રેલી ગાંધીચોક સંચાલન કર્યું હતું.