ચોરી/ જામનગર: મંદિરોમાં થઈ રહી છે લૂંટ, તસ્કરોએ કરી આટલા લાખની ચોરી

રામપર ગામમાં એકસાથે ત્રણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મંદિરોમાંથી સોના ચાંદીના-દાગીના અને દાનપેટીને નુકસાન પોહચડ્યું છે. અને અઢી લાખથી ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. લોકોમાં આ ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

Gujarat Others
ચોરી

જામનગર: અત્યારના સમયમાં દરેક જગ્યાએ ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તસ્કરીની ઘટના દિવસને  દિવસે વધતી જઇ રહી છે ત્યારે હવે ચોરો દેવસ્થાનને પણ છોડી નથી રહ્યા, મંદિરોને હાલ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. આ ઘટના છે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં દેવસ્થાનોમાં તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કર્યું છે. રામપર ગામમાં એકસાથે ત્રણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મંદિરોમાંથી સોના ચાંદીના દાગીના અને દાનપેટીને નુકસાન પહોંચાડ્યું છે. અને અઢી લાખથી ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. લોકોમાં આ ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે ચોરીની આ ઘટના હર્ષદ માતાના મંદિરમાં આવેલા સીસીટીવીના ફૂટેજમાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

photo 2023 02 27 15 09 46 જામનગર: મંદિરોમાં થઈ રહી છે લૂંટ, તસ્કરોએ કરી આટલા લાખની ચોરી

રામપર ગામમાં એકી સાથે ત્રણ મંદિરમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી અઢીથી ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી અને પોલીસને પડકાર ફેંક્યો છે. એક જ અઠવાડિયામાં આવી ઘટના ફરી  બની છે. આ અગાઉ રાજકોટ રોડ પરના સોયલ બાદ રામપરમાં આવેલા ત્રણ દેવસ્થાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં જાટિયા પરિવારનું હરસિધ્ધિ માતાજીનું મંદિર, મકવાણા પરિવારનું રવેચી માતાજીનું મંદિર અને ભરવાડ સમાજના મચ્છુમાના મંદિરમાં સોના-ચાંદીના છત્તર અને હાર ઉપરાંત દાનપેટીમાં હાથ ફેરો કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને પંચકોષી એ ડિવિઝન ઉપરાંત એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ત્યારબાદ સમગ્ર મામલે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

હોળી-ધુળેટીના તહેવારો નજીક છે તે પહેલા જ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરીની ઘટનાઓ વધી છે. અગાઉ પણ રાજકોટ રોડ ઉપર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામે મંદિરમાં ચોરી થઈ હતી. ત્યાર બાદ વધુ ત્રણ મંદિરને આ જ રોડ ઉપરના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

દેવસ્થાનોમાં તસ્કરીની વધી રહેલી ઘટનાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો પણ વધુ આવતા હોય છે ત્યારે હોળી ધુળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ આ પ્રકારની ચોરીની ઘટનાઓને લઈને પોલીસ પણ ખેત મજૂરી કરવા આવતા લોકો પર શંકાની સોય જણાવતા તપાસ શરૂ કરી છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને હવે એલસીબી એસઓજી સહિત જિલ્લાભરની પોલીસને તસ્કરી અટકાવવા તપાસમાં લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો : સખત પોલીસ કાર્યવાહી, એન્કાઉન્ટરમાં માર્યો ગયો અતીકના નજીકનો માણસ શૂટર અરબાઝ

આ પણ વાંચો : ટ્વિટરમાં છટણી જારીઃ મસ્કે વધુ 200 કર્મચારીઓને છૂટા કર્યા

આ પણ વાંચો :રશિયાના જાસૂસો અને તેમના પ્રયાસો, વિસ્તૃત અહેવાલ

આ પણ વાંચો : રશિયા – યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ