ધરપકડ/ જામનગર: દુષ્કર્મ મામલો :આરોપીની પોલીસે ધરપકડ કરી, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ

જામનગરમાં થોડા સમય પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. યુવતી સાથે નરાધમે દુષ્કર્મ આચરતાં સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આરોપીને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને તેના માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં પોલીસને સફળતા મળતાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપીની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં […]

Gujarat
8 Years Girl જામનગર: દુષ્કર્મ મામલો :આરોપીની પોલીસે ધરપકડ કરી, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ

જામનગરમાં થોડા સમય પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. યુવતી સાથે નરાધમે દુષ્કર્મ આચરતાં સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આરોપીને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને તેના માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં પોલીસને સફળતા મળતાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપીની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

જામનગરના એક મહિલાને થોડાં દિવસ પહેલાં તેના પરિચયમાં રહેલા એક શખ્સે રિક્ષામાં અવાવરૃ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાના બે બાળકોને મારી નાખવાની ધમકી આપી ચૂપ રહેવાની ફરજ પડાઈ હતી. આખરે આ બાબતની ફરિયાદ થયા પછી મહિલા ફોજદારે આરોપીને પકડી પાડયો છે. આ આરોપી કોરોના પોઝિટિવ જાહેર થયો છે. તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરના એક વિસ્તારમાં ફૂટપાથ પર રહેતાં અને તે પ્રકારે જિંદગી જીવતાં એક મહિલાને થોડાં દિવસ પહેલાં પીન્ટુ મુકેશભાઈ પરમાર નામના શખ્સે તે મહિલા સાથે કોઈ રીતે રહેલા પરિચયના કારણે પોતાની સાથે રિક્ષામાં આવવા માટે કહ્યા પછી રિક્ષામાં બેસાડી લીધાં હતાં.

ત્યારપછી આ મહિલાને જામનગરની ભાગોળે આવેલા એક વિસ્તારના અવાવરૃ ભાગમાં લઈ જઈ કામાંધ પીન્ટુ પરમારે પોતાનું મ્હોં કાળું કર્યું હતું. આ મહિલા હતપ્રભ બની ગયાં હતાં. તેણીને ચૂપ રહેવા માટે પીન્ટુએ કહ્યા પછી આ વાતની કોઈને જાણ કરીશ તો તારા બે બાળકોને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

પોતાના પર ગુજારાયેલા દુષ્કર્મ અંગે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયેલા આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પીઆઈ આર. બી. ગઢવીની સૂચનાથી પીએસઆઈ ઉર્મિલાબેન ભટ્ટે તે મહિલાની ફરિયાદ નોંધી તેણીને તબીબી ચકાસણી માટે ખસેડયા હતા. ત્યારપછી આરોપીની શરૃ થયેલી શોધખોળમાં ગઈકાલે આ આરોપી કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસેથી ઝડપાઈ ગયો છે. આ આરોપીને કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોપીને કેદીવોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.