Not Set/ જાપાન સરકાર ઓલિમ્પિક્સ દરમિયાન ટોક્યોમાં લાગુ કરશે કોરોના ઇમરજન્સી

આ અગાઉ ગયા મહિનાની 17 મી તારીખે, જાપાનની સરકારે ટોક્યોમાં કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલી કટોકટીને ઝડપથી હટાવવાનો નિર્ણય લીધો હતો

Sports
olympics જાપાન સરકાર ઓલિમ્પિક્સ દરમિયાન ટોક્યોમાં લાગુ કરશે કોરોના ઇમરજન્સી

ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવામાં હજી થોડા જ દિવસો બાકી છે. બુધવારે, એક અહેવાલમાં જણાવ્યા મુજબ જાપાનની સરકાર ઓલિમ્પિક દરમિયાન ટોક્યોમાં કોરોના ઇમરજન્સી લાગુ કરશે. આ અગાઉ ગયા મહિનાની 17 મી તારીખે, જાપાનની સરકારે ટોક્યોમાં કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલી કટોકટીને ઝડપથી હટાવવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાન યોશીહિદ સુગાએ કહ્યું કે, ટોક્યો ઓલિમ્પિક્સના એક મહિના પહેલા 20 જૂને શહેરમાંથી કોરોના કટોકટી દૂર કરવામાં આવશે. આ સિવાય, 10,000 પ્રેક્ષકોને  મેદાન માં હાજર રહેવા મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારને દેશના અનેક સ્થળોએ ઈમરજન્સી લાગુ હતી. ટોક્યો સહિત દેશના ઘણા વિસ્તારોમાં કટોકટી લાગુ થઈ હતી. આ કટોકટી 25 એપ્રિલે કોરોનાને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવી હતી.

ઓલિમ્પિક્સ આ વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ટોક્યોમાં યોજાનાર છે. કોરોનાને કારણે ગયા વર્ષે 24 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ઓલિમ્પિક રમતોને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

આઇઓસી પ્રમુખ થોમસ બાકની આવતીકાલે ટોક્યો મુલાકાત

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ બુધવારે જણાવ્યું હતું કે આઇઓસી પ્રમુખ થોમસ બાક 8 જુલાઈએ ટોક્યો પહોંચશે અને ત્રણ દિવસના આઇસોલેશન બાદ રમત-અગાઉની બેઠકોમાં ભાગ લેશે. ટોક્યોમાં બાકની ટૂર પહેલાં કોવિડ -19 ચેપના કેસો વધી રહ્યા છે. ટોક્યોમાં બુધવારે 920 નવા કેસ નોંધાયા, જે 13 મે પછીનો સૌથી વધુ છે. જાપાનમાં માત્ર 12 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

કેટલાક રાજ્યોમાં, કટોકટી 12 જુલાઈના રોજ સમાપ્ત થશે.

તે જ સમયે, કેટલાક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ 12 જુલાઈના રોજ સમાપ્ત થશે અને એવી શક્યતા છે કે ઓલિમ્પિકની શરૂઆત દરમિયાન સરકારી અધિકારીઓએ રાજ્યમાં કટોકટી ફરીથી લાગુ કરવી પડશે. બાક પણ 16 જુલાઇએ હિરોશિમાની મુલાકાત લેશે, ત્યારબાદ આઈઓસીના વાઇસ પ્રેસિડેન્ટ જ્હોન કોટ્સ નાગાસાકીની મુલાકાત લેશે. જ્યારે કોટ્સને એક મહિના પહેલા પૂછવામાં આવ્યું હતું કે શું કટોકટીની સ્થિતિ દરમિયાન ઓલિમ્પિકનું આયોજન થઈ શકે છે, તો તેમણે કહ્યું, “જવાબ એકદમ હા છે.”