Not Set/ જસદણના વિરનગર ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ,ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરી કર્યો વિરોધ

જસદણ, જસદણ પેટાચૂંટણી અંતર્ગત છેલ્લા ત્રણેક કલાકથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જો કે એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ મતદાન દરમિયાન કેટલીક નાની-મોટી ફરિયાદો પણ આવી રહી છે. જેમાં એકતરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, બે વાગ્યા સુધી 51 ટકા મતદાન […]

Gujarat Others Videos
mantavya 245 જસદણના વિરનગર ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ,ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરી કર્યો વિરોધ

જસદણ,

જસદણ પેટાચૂંટણી અંતર્ગત છેલ્લા ત્રણેક કલાકથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જો કે એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ મતદાન દરમિયાન કેટલીક નાની-મોટી ફરિયાદો પણ આવી રહી છે. જેમાં એકતરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.

live: જસદણમાં હાઈવોલ્ટેજ ચુંટણી જંગ, બે વાગ્યા સુધી 51 ટકા મતદાન થયું

બીજીતરફ જસદણ BJPના વોટ્સએપ ગ્રુપમાં મતદાર કુંવરજીને મત આપતો હોવાના EVM ના ફોટા વાઈરલ થયા છે. તો વિરનગર ગામે ખેડુતો ગાળામાં ડુંગળીના હાર પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ડુંગળીનો યોગ્ય ભાવ મળી રહ્યો ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેથી પોતાનો રોષ ઠાલવવા માટે વિરનગર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળીના હાર પહેરી મતદાન કરવા પહોંચી ગયા હતા અને હાર વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવી ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.