Asia Cup 2023/ પાકિસ્તાન સામેની મેચ માટે ભારતીય ટીમમાં આ ધાકડ બોલરની થઈ વાપસી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાઈ ગયો છે. બુમરાહ એશિયા કપ 2023માં નેપાળ સામેની મેચમાં ભારતીય ટીમ તરફથી રમ્યો ન હતો.

Asia Cup Trending Sports
WhatsApp Image 2023 09 09 at 2.55.06 PM પાકિસ્તાન સામેની મેચ માટે ભારતીય ટીમમાં આ ધાકડ બોલરની થઈ વાપસી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાઈ ગયો છે. બુમરાહ એશિયા કપ 2023માં નેપાળ સામેની મેચમાં ભારતીય ટીમ તરફથી રમ્યો ન હતો. તે પહેલીવાર પિતા બન્યા છે. તેમની પત્ની સંજના ગણેશે એક પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ અંગદ છે. તે પોતાના બાળકને જોવા માટે શ્રીલંકાથી મુંબઈ આવ્યો હતો અને હવે પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો છે.

જસપ્રીત બુમરાહ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે. પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 મેચ રમ્યા બાદ તે લગભગ એક વર્ષ બાદ આયરલેન્ડ વિરૂદ્ધ ટી20 સિરીઝ રમી હતી. જોકે, હવે એક વર્ષ બાદ તે વનડે મેચ રમશે. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં બુમરાહ ટીમમાં હતા. પરંતુ તેમને બોલિંગ કરવાની તક મળી ન હતી

કોલંબોમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. તેની પાસેથી મેચોની યજમાની પાછી ખેંચી લેવાની પણ વાત થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે મેચો હમ્બનટોટા અથવા દામ્બુલામાં શિફ્ટ કરવામાં આવશે, પરંતુ એવું થયું નહીં. હવે એશિયા કપની બાકીની તમામ મેચો અહીં રમાશે.

એશિયા કપની વર્તમાન આવૃત્તિમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાશે. 2 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ રાઉન્ડમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે તે રદ્દ થઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે ભારત-પાકિસ્તાન મેચ એકમાત્ર સુપર-4 મેચ છે જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ સુવિધા અન્ય કોઈપણ સુપર-4 મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ માટે અનામત દિવસ છે.

આ પણ વાંચો: MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…

આ પણ વાંચો: ખુખાર સિંહણ/માતા પિતા સાથે સુતેલી બાળકીનો સિંહણે કર્યો શિકાર

આ પણ વાંચો: Asia Cup 2023/ સુપર-4 મેચ વરસાદને કારણે થશે રદ? હવામાન વિભાગે જારી કર્યું અપડેટ