Gujarat Assembly Election 2022/ સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર માટે મત માંગતા જોવા મળ્યા જયનારાયણ વ્યાસ, BJPને લીધી આડે હાથ

ડો જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડૉ જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
જયનારાયણ વ્યાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે.  ભાજપના જ દિગ્ગજ નેતા ડો.જયનારાયણ વ્યાસે ભાજપને આડે હાથ લઈ કોંગ્રેસનો સાથ પકડી લીધો છે. એટલું જ નહીં ભાજપ છોડ્યા બાદ તેઓ પહેલીવાર કોંગ્રેસની બેઠકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું.

પૂર્વ આરોગ્યમંત્રી ડો. જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડૉ જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી છે. ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી.

વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવા મળી રહ્યો છે. જ્યનારાય વ્યાશનું કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન સામે આવ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસે હાજરી આપી હતી. જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. નોંધનીય છે કે, જય નારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા. થોડા સમય અગાઉ તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, જ્યારે જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું ત્યારે ચર્ચાઓ ચાલતી હતી કે તેઓ કોંગ્રેસમાં જશે કે આપમાં ? જોકે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમણે કોંગ્રેસના હાથ પકડી લીધો છે. દરમિયાન 29 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ મળ્યા હતા. અને બંને નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે 45 મીનિટ સુધી ચર્ચા ચાલી હતી.

આ પણ વાંચો: સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો જેલનો વાયરલ, 10 લોકો સેવામાં હાજર

આ પણ વાંચો:PM મોદી આજે કરશે ‘મન કી બાત’ આ મુદ્દા પર કરી શકે છે વાત

આ પણ વાંચો:ઉત્તર કોરિયાનું લક્ષ્ય વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ પ્રાપ્ત કરવાનું છે: કિમ જોંગ