ગુજરાત/ ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા

સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થાય છે તો જીવદયાને લઈને પણ અવારનવાર મોટા મોટા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

Top Stories Gujarat Surat
Untitled 98 1 ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં રખડતા પશુઓ જો ઈજાગ્રસ્ત થાય તો તેમને રાખવા માટે તંત્ર પાસે કોઈ જગ્યા નથી. એટલા માટે જ જીવ દયાપ્રેમી ધર્મેશ ગામી એક ઇજાગ્રસ્ત્ શ્વાનને લઈને જિલ્લા કલેકટર કચેરી પર પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે આ શ્વાન છેલ્લા ત્રણ દિવસથી ઇજાગ્રસ્ત છે. તેની કમરનો ભાગ તૂટી ગયો છે અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે, તેમની પાસે ઇજાગ્રસ્ત પશુઓને રાખવાની જગ્યા નથી અને એટલા માટે જ ઈજાગ્રત પશુઓને રાખવા માટે જગ્યાની માગણી સાથે જીવદયાપ્રેમી ધર્મેશ ગામી ઇજાગગ્રસ્ત શ્વાનને લઈ કલેકટર કચેરી પહોંચ્યા હતા.

Untitled 98 ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા

સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થાય છે તો જીવદયાને લઈને પણ અવારનવાર મોટા મોટા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં રસ્તા પર રખડતા પશુઓ જો ઘાયલ થાય તો તંત્ર પાસે કોઈ એવી જગ્યા નથી કે આ રખડતા પશુને આ જગ્યા પર રાખી શકાય અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી શકાય. ત્યારે સુરતના જીવ દયા પ્રેમી ધર્મેશ ગામી દ્વારા સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે અનોખી રીતે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Untitled 99 ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા

જીવદયા પ્રેમી ધર્મેશ ગામી એક શ્વાનને લઈને કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને આ સ્વાન ઇજાગ્રત હાલતમાં હતું. કોઈ વાહન દ્વારા આ શ્વાનને અડફેટે લેવામાં આવ્યું હોવાના કારણે શ્વાનની કમરનો ભાગ તૂટી ગયો અને તે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં ન હતું અને એક જ જગ્યા પર છેલ્લા ત્રણ દિવસથી આ શ્વાન પડ્યું હોવાના કારણે રખડતા પશુઓ જોઈ ઇજાગ્રસ્ત થાય તો તેમને રાખવાની વ્યવસ્થા થાય તેવી માગણીને લઈને ધર્મેશ ગામી જિલ્લા કલેકટર ઓફિસ પહોંચ્યા હતા.

Untitled 100 ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા

જીવદયા પ્રેમી ધર્મેશ ગામીનું કહેવું હતું કે આ ઇજાગ્રસ્ત સ્વાનની સારવાર માટે અનેક જીવ દયા પ્રેમી સંસ્થાઓને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ સંસ્થા આ શ્વાનને લઈ જવા તૈયાર ન હતી. ઉપરાંત સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ પાસે પણ ઇજાગ્રસ્ત શ્વાનને રાખવા માટે કોઈ જગ્યા નથી અને એટલા માટે જ ધર્મેશગામી આસવાનને લઈને જિલ્લા કલેકટર કચેરી પર પહોંચ્યા હતા. તેમની રજૂઆત હતી કે રખડતા પશુઓ પર જો કોઈ અત્યાચાર થાય તો તેની સંસ્થા SPCAના પ્રમુખ કલેક્ટર કહેવાય છે. હવે જિલ્લા કલેકટર દ્વારા જ આવા ઇજાગ્રસ્ત પશુઓને રાખવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણીને લઈ તેઓ ઇજાગ્રસ્ત શ્વાનને લઈ જિલ્લા કલેકટર કચેરી પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે