Not Set/ GATEની પરીક્ષામાં જેતપુરનો વિદ્યાર્થી ગુજરાતમાં ટોપર, જેતપુરના કરણ ગુજરાતીએ પરીક્ષામાં મારી બાજી

કરણ ગુજરાતીએ 2021ની GATEની પરીક્ષા આપી અને ગુજરાતીએ ગુજરાતમાં ટોપ કર્યું.

Gujarat Rajkot
222 GATEની પરીક્ષામાં જેતપુરનો વિદ્યાર્થી ગુજરાતમાં ટોપર, જેતપુરના કરણ ગુજરાતીએ પરીક્ષામાં મારી બાજી

@નિલેશ મારૂ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર

સફળતા માટે સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવો જાણીએ GATEની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવનાર કરણ ગુજરાતીની સફળતા વિશે.

મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરી છે કરણ રમેશભાઈ ગુજરાતીએ. કરણ રહે છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં. કરણ ગુજરાતીએ 2021ની GATEની પરીક્ષા આપી અને ગુજરાતીએ ગુજરાતમાં ટોપ કર્યું. કરણ ગુજરાતીએ GATEની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને દેશભરમાં 11મું સ્થાન મેળવ્યું

કરણે 2015માં પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે તે નાપાસ થયો હતો આમ છતાં હિંમત ન હારીને કરણે ફરી પ્રયાસ કર્યો અને 4 વખત પરીક્ષા આપી.અને આખારે તેને પરીક્ષામાં ટોપ કર્યુંપોતાની સફળતાનો શ્રેય કરણ પોતાના પરિવારને આપે છે. કરણ કહે છે કે, GATEની પરીક્ષા પાસ કરવી તે નાની વાત નથી તેના માટે ખુબજ મહેનત જોઈ અને અને સતત કોઈ નું પ્રોત્સાહન પણ જરૂરી છેપરીક્ષા આપવા અને તેના માટે મહેનત કરવા માટેનું પ્રોત્સાહન મોટા ભાઈએ આપ્યું હતું. તથા માતા અને પિતાએ પણ ખાસ પ્રોત્સાહન આપ્યું હતું, અને આગળ વધવા માટે હિમ્મત આપી હતી

કરણના પરિવારની વાત કરીએ તો.કરણ નીચલા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે, કરણના પિતા રમેશભાઈ એક ખાનગી શાળામાં શિક્ષક હતા જે હાલ નિવૃત છે અને મા ગૃહિણી છેઆવા મધ્યમ વર્ગીય પરિવાર અને જેતપુર જેવા નાના શહેરમાં કે જ્યાં GATE અંગેની જાણકારી મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે ત્યારે કરણે ટોપ કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાતમાં ટોપ કરીને દેશમાં 11માં ક્રમે આવનાર કરણ ગુજરાતના વિદ્યાર્થી અને યુવાનોને પણ એજ કહે છે કે હરીફાઈથી ગભરાવ નહિ અને મહેનત કરો તો ગમે તે કરી શકાય છે માટે ગુજરાતના વિદ્યાર્થી ઓ એ ગભરાય નહીં ને પ્લાનિંગ સાથે મહેનત કરે તો ગુજરાતી ઓ પણ આગળ આવી શકે છે.