Delhi's biggest theft/ એક જ રાતમાં 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી,ચોરે 20 કલાક સુધી ભૂખ્યા રહી ચલાવી લૂંટ

હાલ દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશ ભરમાં ચેન સ્નેચિંગ તેમજ લૂંટની ઘટના વધવાને કારણે લોકોમાં બહાર નિકળતા ભયનો માહોલ સર્જાયેલો જોવા મળે છે.

Top Stories India
Mantavyanews 2023 09 30T112409.881 એક જ રાતમાં 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી,ચોરે 20 કલાક સુધી ભૂખ્યા રહી ચલાવી લૂંટ

હાલ દિવસેને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશ ભરમાં ચેન સ્નેચિંગ તેમજ લૂંટની ઘટના વધવાને કારણે લોકોમાં બહાર નિકળતા ભયનો માહોલ સર્જાયેલો જોવા મળે છે. આવીજ એક ઘટના દિલ્હીમાં બની છે.  દેશભરમાં ચોરીની મોટી ઘટનાઓને અંજામ આપનાર હાઈપ્રોફાઈલ આ ચોર લોકેશ શ્રીવાસ ઉર્ફે ગોલુએ ચોરી માટે અનોખી પદ્ધતિ અપનાવી છે. તે આસાનીથી ગુનાને અંજામ આપે છે. અને ચોરી કરતા પહેલા તે કલાકો સુધી ભૂખ્યો રહે છે.

દિલ્હીના ઉમરાવ સિંહ જ્વેલર્સમાં બનેલી ઘટના દરમિયાન તે 20 કલાક સુધી ઉપવાસ કરી રહ્યો હતો. તેણે નિઝામુદ્દીનના જંગપુરા સ્થિત ઉમરાવ સિંહ જ્વેલરીના શોરૂમમાં કોલ્ડ ડ્રિંક પીને 20 કલાક પસાર કર્યા હતા. આરોપી ગુનો કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરે છે અને લોકો પાસેથી જ્વેલરી શોપની સંપૂર્ણ માહિતી લે છે. આપણે જણાવી દઈએ આ આરોપીને મોંઘી કારનો શોખ છે. તેની પાસેથી થાર કાર પણ મળી આવી છે. માહિતી અનુશાર આ ચોરે 25 કરોડની લૂંટ ચલાવી છે.

આ ચોર દિલ્હીમાં એક 75 વર્ષ જૂની જ્વેલરી સ્ટોર  જંગપુરાના ભોગલમાં ઉમરાવ સિંહ જ્વેલર્સ માં ઘૂસી ગયા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. થોડા કલાકો તેને નિરીક્ષણ કર્યું હતું ત્યાર બાદ ચોરીને અંજામ આપ્યો હતો.મામલાની જાણકારી ધરાવતા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોર  રાત્રે 11.45 વાગ્યાની આસપાસ ત્રાટકયો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ બંને સ્ટોરની ટેરેસ પર પહોંચ્યા અને લાકડાનો દરવાજો તોડી નાખ્યો જે અંદરથી માત્ર લૉક કરેલો હતો,. ત્યારબાદ તેઓએ સીસીટીવીને ડિસ્કનેક્ટ કરવા માટે કટરનો ઉપયોગ કર્યો હાતો ત્યાર બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આગળ વધતા પહેલા વાઇફાઇ અને એલાર્મ સિસ્ટમને પણ ડિસ્કનેક્ટ કર્યા  હતા.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેલંગાણામાં તેણે 40 કિલો સોનું ચોર્યું તે દરમિયાન તે ત્યાંની બિલ્ડિંગમાં 24 કલાક ભૂખ્યો રહ્યો હતો. તે કેટલાક કલાકો સુધી શાંતિથી ગુનાને અંજામ આપી રહ્યો હતો. આ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે રવિવારે સવારે એટલે કે 24 સપ્ટેમ્બરે શોરૂમ પર દરોડો પાડવા માટે જંગપુરા ગયો હતો. તે ઘણા કલાકોથી અહીં હતો. આ પછી તે ક્યાંક ગયો. રાત્રે તે શોરૂમની બહાર કોઈની સાથે વાત કરી,આ પછી શોરૂમની અંદર ગયો.

દિલ્હી પોલીસના અન્ય એક અધિકારીએ કહ્યું કે અંદર ગયા બાદ તેણે સીસીટીવી તોડી નાખ્યા હતા. આ પછી તેણે સ્ટ્રોંગ રૂમના વાયરો કાપી નાખ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકેશ રવિવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે ઉમરાવ સિંહના શોરૂમમાં પ્રવેશ્યો હતો.આ પછી તે સોમવારે સાંજે લગભગ 7.30 કલાકે શોરૂમમાંથી નીકળી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે કશું ખાધું કે પીધું ન હતું. શોરૂમમાં રાખેલા ફ્રિજમાંથી તેને ઠંડુ પીણું મળી આવ્યું હતું. તેણે આખો દિવસ અને રાત તે ઠંડા પીણું પીને વિતાવી હતી. ચોરી કર્યા બાદ તેના મોબાઈલનું લોકેશન 10.40 PMએ જેવર પાસે એક્સપ્રેસ વે પર આવી રહ્યું હતું. આ પછી તેણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો.26 સપ્ટેમ્બર સવારે  મધ્યપ્રદેશમાં આરોપીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો. આ પછી તેનું લોકેશન છત્તીસગઢ આવ્યું હતું અને પોલીસે  ત્યાંથી તેની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો :survey/છત્તીસગઢમાં કમળ ખીલશે કે કોંગ્રેસની સરકાર બનશે?જાણો સર્વેના આંકડા શું કહે છે!

આ પણ વાંચો :indian airforce/ભારત વાયુસેનાની તાકાતમાં થશે વધારો,156 ‘પ્રચંડ હેલિકોપ્ટર’ ખરીદવાની તૈયારી

આ પણ વાંચો :survey/મધ્યપ્રદેશમાં જાણો કઇ પાર્ટી બનાવશે સરકાર!, સર્વમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા