Morbi News/ ZUDIOની ફ્રેન્ચાઇઝીના નામે 28 લાખની છેતરપિંડી કરનારો ઝારખંડનો શખ્સ ઝડપાયો, જાણીતી કંપનીઓની 90 નકલી વેબસાઇટ બનાવી

ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવાન સાથે રૂ.28.03 લાખની છેતરપિંડી કરી હતી

Top Stories Gujarat

Morbi News : ZUDIOની ફ્રેન્ચાઇઝીના નામે 28 લાખની છેતરપિંડીના કેસમાં મોરબી પોલીસે મોટી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીને ઝારખંડથી ઝડપી લીધો છે.  આરોપી પ્રખ્યાત કંપનીના નામે તેના ભળતા નામવાળી વેબસાઈટ બનાવતો હતો અને તે કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પ્રખ્યાત કંપનીઓની 90 નકલી વેબસાઇટ બનાવી અને ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે.

આ કેસમાં ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી રીતુ આનંદ પરમેશ્વરપ્રસાદ સિંઘ ઝારખંડનો રહેવાસી છે અને તે હાલમાં છત્તીસગઢના ભિલાઈમાં રહેતો હતો.આરોપીએ ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોરબીના યુવાન પાસેથી રૂ.28.03 લાખની છેતરપિંડી કરી હતી.

મોરબીના વાઘપરા વિસ્તારના 37 વર્ષીય યુવાન હિરેનભાઈ પુજારાએ સોશિયલ મીડિયા પર “TATA ZUDIO FRANCHISE” સર્ચ કરતા એક વેબસાઇટ પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોતાની વિગતો ભરી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને ફોન કર્યો હતો અને [email protected] પરથી ફ્રેન્ચાઇઝી ફોર્મ મોકલ્યું હતું. આરોપીઓએ ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝીનું બોગસ પ્રમાણપત્ર આપીને ડિપોઝિટના નામે વિવિધ બેંક એકાઉન્ટમાં રૂ.28.03 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

બોગ બનનાર મોરબીના યુવાને ત્રણ મોબાઇલ નંબર અને બે બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ ફરિયાદ આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લોકો સાથે 1.15 કરોડથી વધુની છેતરપિંડી કરી છે, જેની વિગતો આ મુજબ છે :

મોરબીના યુવક સાથે 28.03 લાખની છેતરપિંડી
રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે 33.24 લાખની છેતરપિંડી
મહારાષ્ટ્રના નવી મુંબઇમાં રહેતા ફરિયાદી સાથે 54.70 લાખની છેતરપિંડી

ફ્રોડ થયેલ રકમના ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરવવામાં આવ્યા બાદ બિહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરીને ATM મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવ્યાં હતા. પોલીસ આરોપીને પકડવા બિહાર પહોંચી હતી, પણ તે પહેલા તે ત્યાંથી નાસી ગયો હતો.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના જણાવ્યાં અનુસાર આરોપી રીતુ આનંદ પરમેશ્વરપ્રસાદ સિંઘ IT સેક્ટરમાં વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે અને તે RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી Web and Digital servicesના નામે પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનું નેટવર્ક ચલાવતો હતો.

મોરબી પોલીસે ત્રણ ગુણનો ભેદ ઉકેલ્યો છે. આ આરોપી અને તેની સાથે જોડાયેલા શખ્સો દ્વારા ભારતના ક્યાં કયાં રાજ્યોમાં કેટલા લોકો સાથે કેટલી રકમનું ફ્રોડ કરવામાં આવ્યું છે તેની તપાસ હાલમાં મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિદ્યાર્થીઓ ઝૂંપડીમાં શિક્ષણ મેળવવા મજબૂર, જી હા આ ઝૂંપડી નથી પણ સરકારી શાળા છે… તેમાં ધો. 1 થી 5 સુધીના 38 બાળકો કરે છે અભ્યાસ

આ પણ વાંચો: સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!

આ પણ વાંચોઃ પાટણમાં સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા