Not Set/ ઝારખંડ પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું કે લોકો બિન-ભાજપ પક્ષો સાથે છે : શરદ પવાર

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો પર એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બિન-ભાજપ પક્ષો સાથે છે. તેમણે કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછી લોકોએ ઝારખંડમાં પણ ભાજપને સત્તાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.  જણાવી દઈએ કે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટેના અત્યાર સુધીના વલણ-પરિણામમાં શાસક […]

Top Stories India
jhahaekhand ઝારખંડ પરિણામોથી સ્પષ્ટ થઇ ગયું કે લોકો બિન-ભાજપ પક્ષો સાથે છે : શરદ પવાર

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો પર એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો બિન-ભાજપ પક્ષો સાથે છે. તેમણે કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછી લોકોએ ઝારખંડમાં પણ ભાજપને સત્તાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. 

જણાવી દઈએ કે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટેના અત્યાર સુધીના વલણ-પરિણામમાં શાસક પક્ષ ભાજપ 25 બેઠકો પર, જેએમએમ 47 બેઠકો પર, જેવીએમ(પી) 3 અને અન્ય 6 બેઠકો પર આગળ છે અથવા તો જીત હાસંલ કરી ચૂક્યા છે. અત્યાર સુધીનાં પરિણામો અને વલણોથી તે સ્પષ્ટ છે કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) રાજ્યમાં પાછો ફરી રહ્યો છે.

પરિણામોમાં સ્પષ્ટ બહુમતી જોઈને જેએમએમ નેતા હેમંત સોરેને ઝારખંડની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ઝારખંડની લગભગ 40 દિવસની ચૂંટણી યાત્રાનો આજે અંતિમ દિવસ છે. આજે સમગ્ર રાજ્યમાં મતોની ગણતરી ચાલી રહી છે. પરિણામો સ્પષ્ટ છે. અત્યાર સુધી આવેલા મતગણતરીના વલણો અને પરિણામો દ્વારા, હું ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા આદેશ માટે તમામ મતદારોનો આભારી છું.

હેમંતે કહ્યું, “આજે નિશ્ચિત રૂપે ઝારખંડમાં માતાદાતા માટે ઉત્સાહનો દિવસ છે.  પરંતુ આજે મારા માટે એવો સંકલ્પ લેવાનો દિવસ છે કે હું રાજ્ય અને રાજ્યની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકું.” ચોક્કસ આજે મહાગઠબંધનમાં, અમે, કોંગ્રેસ, આરજેડી સાથે ચૂંટણી લડી હતી. હું રાહુલ જી, લાલુ જી, પ્રિયંકા જી, સોનિયા જી અને બધા જ કાર્યકરોનો મારામાં વિશ્વાસ મૂકવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.