Not Set/ દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની અટકાયત, પોલીસ સ્ટેશન બાહર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ વાઇબ્રન્ટનો વિરોધ કરવાના અલ્ટિમેટમના માટે દલિત નેતા  જીજ્ઞેશ મેવાણીને ધરપકડ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. તેની ધરપકડ પછી પોલીસ સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ન ઘુસવા દેવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જીજ્ઞેશ મેવાણીને ધરપકડ બાદ […]

Gujarat
9bf5a577 32c9 4003 9c7a 5a475478b25a દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની અટકાયત, પોલીસ સ્ટેશન બાહર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ વાઇબ્રન્ટનો વિરોધ કરવાના અલ્ટિમેટમના માટે દલિત નેતા  જીજ્ઞેશ મેવાણીને ધરપકડ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. તેની ધરપકડ પછી પોલીસ સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ન ઘુસવા દેવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જીજ્ઞેશ મેવાણીને ધરપકડ બાદ  ઓબીસી એક્તા મંચના નેતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, સરકારના પ્રતિનિધિઓએ ગુજરાતની દુહાઇ આપી હતી અને રાજ્યની બદનામી ના થાય તે માટે વિરોધ કરવાનું ટાળ્યું હતું. તેમ છતા અલ્પેશ ઠાકોર કાળી પટ્ટી પહેરીને વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કર્યો હતો. તેમજ સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, રાજ્યના 85 ટકા યુવાનોને રોજગારી આપવાની ખાતરી આપી હતી.

જીજ્ઞેશ મેવાણીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને છડાવવા જતી વખતે અલ્પેશ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જાહેરનામાના ભંગ અંગેનો મેવાણી સહિતના લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે પણ પોતાની અટક કરાયા હોવાની અને અત્યારે તેને બોપલ પોલીસ સ્ટેશને લવાયો હોવાનો મેસેજ વોટ્સએપ પર મૂક્યો છે.

અલ્પેશ ઠાકોરે રવિવારે સાંજે વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરવાનું એલાન પાછું ખેંચી લીધું છે. આ નિર્ણય તેમણે રાજ્ય સરકાર સાથે રવિવારે મીટિંગ કર્યા પછી જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી કાર્યાલયના સનદી અધિકારી કે. કૈલાસનાથન સાથે મીટિંગ થઈ હતી. તેમણે માર્ચ મહિના સુધી બેરોજગાર યુવાનો મામલે કોઇ યોગ્ય નિર્ણય સરકાર તરફથી લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં અનેક વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની અસ્મિતા માટે વિરોધ ન કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જો માર્ચ મહિના સુધી કોઇ ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.