Not Set/ જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી કહ્યું- દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી

રાજ્યમાં સતત કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલોની બહાર દર્દીનોની અને સ્મશાનોની બહાર મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે.

Top Stories Gujarat Others
A 305 જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી કહ્યું- દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી

રાજ્યમાં સતત કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલોની બહાર દર્દીનોની અને સ્મશાનોની બહાર મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આવામાં જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખ્યો હોવાનું સામે અવાયું છે.

આ પણ વાંચો :ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

આપને જણાવી દઈએ કે, જીગ્નેશ મેવાણીએ cmને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોનાના દર્દીઓને 108 સિવાયના વાહનોમાંથી પણ ભરતી કરવામાં આવે, દર્દીને 108 સિવાય હોસ્પિ.ભરતી ન કરાતા સ્થિતિ કફોડી બની છે. સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે, 108 સિવાયના દર્દીને હોસ્પિ.માં બેડ આપવા વિનંતી પણ કરી છે.

આપને જણાવી દઈએ કે, ઓક્સીજન વગર પેશન્ટ મરવાની કગાર પર હોય છે અને અન્ય પ્રાઈવેટ વાહન કે એમ્બ્યુલન્સમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામા આવતા નથી. 108 ની ફાળવણીને લઈને પણ ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી છે. હાલ 180 દ્વારા 70થી 75 ટકા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જ મોકલવામા આવે છે અને સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં દાખલ થવા માટે દર્દીઓ 108મા પડયા રહે છે.

આ પણ વાંચો :કોરોના વધારી રહ્યો છે દુરી, હવે ઇટલીએ પણ લગાવ્યો ભારતીયો પર પ્રતિબંધ

108 ની લાંબી લાઈનો સિવિલ બહાર કલાકો સુધી લાગેલી રહે છે.900 બેડની હોસ્પિટલ જીએમડીસી ખાતે આજથી શરૃ કરાયા બાદ ધન્વંતરી રથની એમ્બ્યુલન્સ પણ 108માં ઉમેરી દેવામા આવી છે પરંતુ તેમ છતાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને હજુ પણ એમ્બ્યુલન્સ ઓછી પડી રહી છે ત્યારે 108નું સંચાલન જો હવે આ જ રીતે ચાલતુ રહેશે તો સ્થિતિ પુરી કંટ્રોલ બહાર જતી રહેવાની દહેશત છે.

આ પણ વાંચો :આણંદ જિલ્લામાં કોરોનાએ બે સગા ભાઈઓના જીવ લીધા, ઘરમાં માતમનો માહોલ

આ પણ વાંચો :રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ

Untitled 43 જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી કહ્યું- દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી