Jio World Plaza/ દેશના સૌથી મોટા લક્ઝરી મોલ Jio World Plaza આ તારીખથી શરૂ થશે,જાણો મોલની સમગ્ર વિગત

આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાં બાલેનિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.

Top Stories Business
6 1 14 દેશના સૌથી મોટા લક્ઝરી મોલ Jio World Plaza આ તારીખથી શરૂ થશે,જાણો મોલની સમગ્ર વિગત

રિલાયન્સ રિટેલે મંગળવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. જિયો વર્લ્ડ પ્લાઝા 1 નવેમ્બર, 2023 ના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સામાન્ય લોકો માટે ખુલશે. ટોપ એન્ડ રિટેલ ફેશન અને મનોરંજનથી ભરપુર હશે. આ પ્લાઝા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન સાથે જોડાયેલ છે. 7.50 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ચાર સ્તરોમાં ફેલાયેલા આ રિટેલ સ્ટોરમાં 66 લક્ઝરી બ્રાન્ડ્સ હશે. ભારતીય બજારમાં પ્રવેશેલી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાં બાલેનિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી કહે છે, “Jio World Plaza માત્ર ભારતનો શ્રેષ્ઠ મોલ બનવા જઈ રહ્યો નથી પરંતુ મને આશા છે કે તે વિશ્વનો શ્રેષ્ઠ મોલ બની જશે. “ચોક્કસપણે, અમે ખરેખર તેની રાહ જોઈ રહ્યા છીએ.” નીતા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ તમામ ભારતીય ડિઝાઇનરો માટે અને આપણી કલા અને કારીગરો માટે પણ સન્માનનો છે.

લોન્ચ વિશે વાત કરતી વખતે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ્સને ભારતમાં લાવવાની સાથે સાથે ટોચની ભારતીય બ્રાન્ડ્સના કૌશલ્ય અને કારીગરીને પ્રકાશિત કરવાનો છે. તમને અહીં એક અનોખો રિટેલ અનુભવ મળશે. ઉત્તમ ગ્રાહક અનુભવ, શ્રેષ્ઠતા અને નવીનતા માટેનો અમારો જુસ્સો અમને દરેક વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.”

જિયો વર્લ્ડ પ્લાઝાની ડિઝાઈન પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મ TVS અને રિલાયન્સ ટીમ વચ્ચેના સહયોગ દ્વારા કરવામાં આવી છે. આ મૉલ એકદમ ભવ્ય છે, જેમાં આરસના માળ, ઉંચી  છત અને અદભૂત લાઇટિંગ છે. આ મોલમાં શોપિંગથી માંડીને મલ્ટિપ્લેક્સ થિયેટર અને મહાન રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. પ્લાઝાને રિટેલ, સુવિધા અને ફૂડ કોર્ટના વિશિષ્ટ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. પ્લાઝાની રચના કમળના ફૂલ જેવી છે. અહીં ગ્રાહકોને પર્સનલ શોપિંગ આસિસ્ટન્સ, ટેક્સી ઓન કોલ, વ્હીલ ચેર સર્વિસ, હેન્ડ્સ ફ્રી શોપિંગ, બટલર સર્વિસ અને બેબી સ્ટ્રોલર જેવી સુવિધાઓ મળશે.