જામનગર/ બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની બિન હરીફ વરણી

વર્ષના 365 દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે. છેલ્લા 58 વર્ષથી જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરમાં  અખંડ રામધૂન ચાલી રહી છે.

Gujarat Others
જામનગર

જામનગર માં વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ટ્રસ્ટનાં પ્રમુખની બિન હરીફ વરણી કરવામાં આવી છે. જામનગર ના લોહાણા મહાજન પ્રમુખ અને સેવાભાવી ભામાશા જીતુભાઇ લાલની વરણી પ્રમુખ પાસે સૌકોઈની સહમતિ સાથે કરવામાં આવી છે. આ મંદિર તેની સતત ચાલી રહેલી રામધુનને લઈને વિશ્વવિખ્યાત બન્યું છે.

ઉલ્લેખનીય છે કે જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા બાલા હનુમાન મંદિરમાં 1 ઓગસ્ટ 1964ના રોજ સંતશ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની આહલેખ જગાવવામાં આવી હતી. તે દિવસથી આજ સુધી વર્ષના 365 દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે. છેલ્લા 58 વર્ષથી જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરમાં  અખંડ રામધૂન ચાલી રહી છે. તો દેશવિદેશથી અહીં શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ અખંડ રામધૂનને 27,000થી વધુ દિવસ એટલે કે, 57 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને 58મુ વર્ષ ચાલે છે. આ અખંડ રામધૂનના કારણે જામનગરના આ બાલા હનુમાન મંદિરને 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં  સ્થાન મળ્યું છે. આથી આ મંદિર વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નવતર પ્રયોગ કોરોના કાળના છેલ્લા 3થી 3.5 મહિનાથી હાથ ધરાયો હતો. શ્રી રામ મંત્રના લેખન માટે ખાસ બુક છપાવવામાં આવી છે અને ભવિકોને લખવા માટે કરી હતી. આ પ્રકલ્પ પૂરો થવાથી જામનગરનું શ્રી બાલા હનુમાન મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંદિર બન્યું જેમાં આટલી મોટી સંખ્યામાં મંત્રોની સ્થાપના થઇ હોય.

આ પણ વાંચો : રાજકોટ કારોબારીમાં ભરત બોધરા મોટી વાત, આ દિવસે લાગુ થશે આચારસંહિતા