Not Set/ J&K/ ત્રાલમાં સુરક્ષાદળોની ટીમને મળી મોટી સફળતા, અથડામણમાં ત્રણ આતંકીઓને ઢાર માર્યા

જમ્મુ-કાશ્મીરનાં ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, તેઓએ મંગળવારે મોડી રાત્રે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ નથી, તેમની પાસેથી જંગી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને આર્મીનાં સંયુક્ત ઓપરેશન દ્વારા ત્રાલમાં આતંકવાદીઓ હાજર થયા પછી, સુરક્ષા દળોએ આ […]

Top Stories India
terrorist J&K/ ત્રાલમાં સુરક્ષાદળોની ટીમને મળી મોટી સફળતા, અથડામણમાં ત્રણ આતંકીઓને ઢાર માર્યા

જમ્મુ-કાશ્મીરનાં ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, તેઓએ મંગળવારે મોડી રાત્રે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ નથી, તેમની પાસેથી જંગી હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને આર્મીનાં સંયુક્ત ઓપરેશન દ્વારા ત્રાલમાં આતંકવાદીઓ હાજર થયા પછી, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

જણાવી દઇએ કે 5 ફેબ્રુઆરીનાં રોજ શ્રીનગરનાં લાવેપોરામાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદી માર્યા ગયા હતા અને એક આતંકવાદી ઘાયલ અવસ્થામાં પકડાયો હતો, જેની પાછળથી મોત પણ થઇ ગઇ હતી, આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ તેની જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠનની મીડિયા વિંગ અમાક પર, સંગઠને લખ્યું હતુ કે તેના આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો અને સુરક્ષા દળોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.