Not Set/ જેએનયુ-જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનની ખુલેઆમ ધમકી

કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.સંજીવ બાલિયાને મેરઠમાં વિવાદિત નિવેદન આપ્યું છે. વિવાદિત નિવેદન આપતાં તેમણે કહ્યું કે, જે લોકો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) અને જામિયા યુનિવર્સિટી (જામિયા) ખાતે સીએએ વિરુદ્ધ નારા લગાવનારા લોકોની એક જ રીતે સારવાર થઇ શકે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં 10 ટકા વિદ્યાર્થીઓને અનામત આપી દો, દરેકની સારવાર કરાવી દઇશું. કોઈની જરૂર રહેશે […]

Top Stories India
Sanjeev Balyan જેએનયુ-જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનની ખુલેઆમ ધમકી

કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.સંજીવ બાલિયાને મેરઠમાં વિવાદિત નિવેદન આપ્યું છે. વિવાદિત નિવેદન આપતાં તેમણે કહ્યું કે, જે લોકો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) અને જામિયા યુનિવર્સિટી (જામિયા) ખાતે સીએએ વિરુદ્ધ નારા લગાવનારા લોકોની એક જ રીતે સારવાર થઇ શકે છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં 10 ટકા વિદ્યાર્થીઓને અનામત આપી દો, દરેકની સારવાર કરાવી દઇશું. કોઈની જરૂર રહેશે નહીં. આપને જણાવી દઈએ કે, સંજીવ બાલિયાને મેરઠમાં એક જાહેર સભાને સંબોધન કરતાં આ વાત કહી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મેરઠ-દિલ્હી રોડ પર શતાબ્દીનગર મેદાન પર લોકોને સીએએ વિશે જાગૃત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પ્રધાન ડો. બાલિયાને કહ્યું, ‘હું રાજદનાથજીને એક જ નિવેદન કરવા માંગીશ કે જે જેએનયુ, જામિયામાં દેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારાઓની એક જ રીતે સારવાર થઇ શકે છે, ત્યાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10 % અનામત કરાવી દો. અમે બધાની સારવાર કરીશું, કોઈની જરૂર નહી પડે.’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જેએનયુ અને જામિયામાં સાથે મળીને જેટલા વિદ્યાર્થીઓ ભણે છે તેના કરતાં વધુ અહી મેરઠ કોલેજમાં સીએએની તરફેણમાં બેઠા છે.

છેલ્લા બે દિવસથી ભાજપનાં મંત્રીઓ જામિયા અને જેએનયુને લઇને હુમલો કરી રહ્યા છે. તેમની રેલીઓમાં આ બંને યુનિવર્સિટીઓનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. અગાઉ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જેએનયુ બંધ કરવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત ભાજપનાં સાંસદો પણ આ મુદ્દે વિરોધી પક્ષો પર સતત હુમલો કરી રહ્યા છે. તાજેતરમાં, જેએનયુની ઘટનાનાં વિરોધમાં મુંબઇમાં આયોજિત એક રેલીમાં મુક્ત કાશ્મીરનાં પોસ્ટરો પણ દેખાયા હતા. આ અંગે રાજકારણ પણ ઉગ્ર હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.