Controversy/ JNU એકવાર ફરી વિવાદમાં, ‘રામ કા નામ’ની બતાવી ડોક્યુમેન્ટ્રી, તંત્રએ ઉઠાવ્યો હતો વાંધો

ઘણી વખત વિવાદોમાં રહેલી JNU ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે વિદ્યાર્થી સંઘ દ્વારા બતાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીને લઈને યુનિવર્સિટી ચર્ચામાં આવી છે.

India
JNU

ઘણી વખત વિવાદોમાં રહેલી JNU ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે વિદ્યાર્થી સંઘ દ્વારા બતાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીને લઈને યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) વહીવટીતંત્રે શનિવારે વિદ્યાર્થીઓનાં સંઘને ડોક્યુમેન્ટ્રી ‘રામ કે નામ’નું સ્ક્રીનિંગ રદ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, “આવી અનધિકૃત પ્રવૃત્તિ કેમ્પસનાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે”. વહીવટીતંત્ર દ્વારા ડોક્યુમેન્ટ્રી બતાવવાનો કાર્યક્રમ રદ કરવાનું કહેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો – જનતાને લાભ / જનતાનાં આવશે અચ્છે દિન, સરકાર લેવા જઇ રહી છે પેટ્રોલ-ડીઝલને લઇને મોટો નિર્ણય

જો કે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયન (JNUSU) એ 6 ડિસેમ્બર, 1992નાં રોજ બાબરી ધ્વંસની ડોક્યુમેન્ટરી દર્શાવી હતી અને સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થયા હતા. ડોક્યુમેન્ટ્રી ફિલ્મનાં નિર્માતા આનંદ પટવર્ધને પણ વિદ્યાર્થીઓને એકતાનો સંદેશ મોકલ્યો અને કહ્યું કે, તેમને ફિલ્મ બતાવવાનો પૂરો અધિકાર છે કારણ કે તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘U’ પ્રમાણપત્ર મળ્યું છે. JNU રજિસ્ટ્રારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, “તે નીચે હસ્તાક્ષર કરનારનાં ધ્યાન પર આવ્યું છે કે, JNUSU નાં નામ પર વિદ્યાર્થીઓનાં એક જૂથે ટેફલાસ (સ્ટુડન્ટ યુનિયન હોલ) ખાતે આજે રાત્રે 9.30 વાગ્યે એક ડોક્યિમેન્ટ્રી/ફિલ્મ ‘રામ કે નામ’ નું સ્ક્રીનિંગ આયોજન કરવા માટે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.” યુનિવર્સિટી પ્રશાસને કહ્યું કે, આ કાર્યક્રમ માટે તેની પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી નથી.

આ પણ વાંચો – ભરુચ /  મનસુખભાઇ પગમાં કુહાડી નથી મારતા પણ કુહાડી પર પગ મારે છે,જે હોય એ બોલી દે છે: સી.આર.પાટીલ

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આવી અનધિકૃત પ્રવૃત્તિ યુનિવર્સિટી કેમ્પસનાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે. સંબંધિત વિદ્યાર્થીઓ/વ્યક્તિઓને સૂચિત કાર્યક્રમને તુરંત રદ કરવાની સલાહ આપવામાં આવે છે, આમ ન કરવા પર આ ઘટના માટે જવાબદાર લોકોની વિરુદ્ધ યુનવર્સિટીનાં નિયમોનુસાર સખત અનુશાસનત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓને પણ આ પેમ્ફલેટથી પ્રભાવિત ન થવાનો નિર્દેશ આપવામાં આવે છે, જે અનધિકૃત છે.”