Not Set/ ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા

અમેરિકામાં કામ કરતી ભારતીય આઇટી કંપનીઓને રાહત થાય તેવા સમાચાર અમેરિકાથી મળી રહ્યા છે. અમેરિકામાં સરકાર બદલાવા છતાં ભારત સાથે પોતાની મિત્રતામાં કોઇ કમી નથી આવી. ઉલટાનું તે વધુ ગાઢ બની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટ્રમ્પના કેટલાક વિવાદિત નિર્ણયોને બાઇડેન સરકારે ઉલટાવી નાંખ્યા છે. બાઇડેન પ્રશાસને H-1B visa પૉલિસી સાથે જોડાયેલા જુના […]

Top Stories World
H1 B visa ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા

અમેરિકામાં કામ કરતી ભારતીય આઇટી કંપનીઓને રાહત થાય તેવા સમાચાર અમેરિકાથી મળી રહ્યા છે. અમેરિકામાં સરકાર બદલાવા છતાં ભારત સાથે પોતાની મિત્રતામાં કોઇ કમી નથી આવી. ઉલટાનું તે વધુ ગાઢ બની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટ્રમ્પના કેટલાક વિવાદિત નિર્ણયોને બાઇડેન સરકારે ઉલટાવી નાંખ્યા છે. બાઇડેન પ્રશાસને H-1B visa પૉલિસી સાથે જોડાયેલા જુના નિયમોને પાછા ખેંચી લીધા છે. અમેરિકાના આ પગલાથી ભારતમાં આઇટી કંપનીઓમાં કામ કરતા લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે કારણ કે રોજગારીનો મોટો રસ્તો ખુલી ગયો છે.

1602097643 2819 ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા

બાઇડેનનો મોટો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્રમ્પ સરકારના નિર્ણયો પર ફરીથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ લિસ્ટમાં H-1B visa પોલિસીનો મુદ્દો પણ છે. તમને યાદ હશે કે ટ્રમ્પ સરકારે વિદેશી કર્મચારી માટે ઇશ્યૂ કરવામાં આવતા H-1B visa સાથે સંબંધિત 3 નવા નિયમ બનાવ્યા હતા. નવા નિયમોના કારણે અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય લોકોને મુશ્કેલી પડી રહી હતી. સરકાર બદલાયા પછી બાઇડેન પ્રશાસને તે નીતિગત નિર્ણયોને પાછો ખેંચી લીધો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન મોદી એકબીજાનું સન્માન કરે છે અને વિવાદોનો ઉકેલ લાવવા ખુલ્લા મને ચર્ચા કરે છે. H-1B visa પર નવા નિયમોનો ભારતે વિરોધ કર્યો હતો અને પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. લાગે છે કે ભારતની આ ચિંતાને અમેરિકાએ ગંભીરતાથી લીધી છે.

ભારતીય આઇટી પ્રોફેશનલોને મળશે રાહત

બાઇડેનના મોટા નિર્ણયથી ભારતીય આઇટી પ્રોફેશનલને રાહતનો શ્વાસ લીધો છે. એચ 1 બી વીઝાને લઇ ટ્રમ્પ સરકારના વિવાદાસ્પદ નિયમોથી ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે અમેરિકામાં હજારો ભારતીય મૂળના આઇટી પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. ભારતમાં પણ આઇટી કંપનીઓમાં કામ કરતાં લોકોનું સ્વપ્ન અમેરિકામાં સ્થાયી થવાનું હોય છે. યુએસ સરકારના આ નિર્ણયથી તેમને ફાયદો થશે.