IPL/ જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન…

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આજે રાજસ્થાન રોયલ્સ તેની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે વાનખેડેનાં મેદાન પર રમશે.

Sports
mmata 23 જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન...

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન શરૂ થઈ ગઈ છે. આજે રાજસ્થાન રોયલ્સ તેની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે વાનખેડેનાં મેદાન પર રમશે. મેચ પહેલા રાજસ્થાન રોયલ્સનાં ઓપનર જોસ બટલરે ધોનીનાં વખાણમાં મોટુ નિવેદન આપ્યુ છે.

mmata 24 જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન...

Cricket / પાકિસ્તાનની ટીમે રચ્યો ઈતિહાસ, ટી-20 માં 100 મેચ જીતનારી બની દુનિયાની પ્રથમ ટીમ

બટલરે કહ્યુ કે, ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન એમ એસ ધોનીનાં વખાણ કરતા ભારતીય ટીમનાં દિગ્ગજ બેટ્સમેન સંજુ સેમસન, કેએલ રાહુલ અને રિષભ પંતને કેપ્ટન તરીકે ઉભરી આવ્યાનો શ્રેય આપ્યો છે. નોંધનીય છે કે આઈપીએલની 14 મી સીઝનમાં 4 ટીમોએ તેની કમાન્ડ વિકેટકીપર બેટ્સમેનોને સોંપી છે, જેમાં પંજાબ કિંગ્સ (કેએલ રાહુલ), દિલ્હી કેપિટલ્સ (રિષભ પંત), રાજસ્થાન રોયલ્સ (સંજુ સેમસન) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (એમએસ ધોની) નું નામ શામેલ છે. બટલરે વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે આ પાછળ એમએસ ધોનીનો હાથ છે જેણે ભારતનાં વિકેટકીપર બેટ્સમેનોને કેપ્ટન બનાવવા માટે યોગ્ય ઉમેદવાર તરીકે તૈયાર કરવાનું કામ કર્યું છે. તે પોતે ખૂબ જ સારા કેપ્ટન રહી ચૂક્યા છે અને બાકીનાં ખેલાડીઓ તેના પગલે ચાલવાનું પસંદ કરે છે. મને લાગે છે કે વિકેટકીપર પાસે મેચ જોવાની એક વિશેષ દ્રષ્ટિ હોય છે, તે વિકેટને જોઇને બોલરોને કેવી રીતે બોલિંગ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

mmata 25 જોશ બટલરે ધોનીને લઇને આપ્યું મોટુ નિવેદન, ધોનીનાં કારણે જ પંત, કે.એલ.રાહુલ અને સેમશન...

IPL / ધોનીને ડબલ ઝટકો, પ્રથમ મેચમાં એવી તે શું કરી ભૂલ કે 12 લાખનો થયો દંડ

વાનખેડેમાં યોજાનારી પંજાબ કિંગ્સ સામેની પહેલી મેચ અંગે જોસ બટલરે કહ્યું કે, તેમની ટીમ આ સિઝનમાં ખૂબ જ સંતુલિત છે અને તેઓ ખિતાબ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવશે. તેણે કહ્યું, ‘આ વર્ષે અમારી ટીમમાં વિવિધ ખેલાડીઓ છે, જે વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર પણ છે. તેમાં બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસનાં નામ પણ શામેલ છે, સંજુ સેમસન એક મહાન ખેલાડી છે અને તે ટીમ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલો છે. તે એક ખૂબ જ શાંત ખેલાડી છે અને મેદાન પર મસ્તી કરવાનું પસંદ કરે છે, તેની કેપ્ટનશિપ હેઠળ ઘણો ઉત્સાહ જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ