Not Set/ આતંકીઓનાં વખાણ કરવા બદલ જમ્મુ-કાશ્મીરમાં પત્રકારની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે એક પત્રકારની ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, તે સોશિયલ મીડિયા દ્વારા આતંકી હુમલાને વખાણતો હતો.

Top Stories India
11 48 1 આતંકીઓનાં વખાણ કરવા બદલ જમ્મુ-કાશ્મીરમાં પત્રકારની ધરપકડ

જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે એક પત્રકારની ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, તે સોશિયલ મીડિયા દ્વારા આતંકી હુમલાને વખાણતો હતો. પોલીસે એમ પણ કહ્યું છે કે, આરોપી પત્રકાર ભારતની સુરક્ષા એજન્સીઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરતો હતો. વળી, તેનો હેતુ દેશ વિરુદ્ધ અસંતોષ પેદા કરવાનો હતો.

આ પણ વાંચો – ઈન્ટરપોલ, યુકે અને યુએસની મદદથી / ઓનલાઇન ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે 19 હજાર લોકોની વિશેષ ટીમ બનાવવામાં આવી

આપને જણાવી દઈએ કે, આરોપી ફહાદ શાહ ઓનલાઈન ન્યૂઝ મેગેઝિન ‘thekashmirwalla’ નો એડિટર-ઈન-ચીફ છે. પુલવામામાં જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કેટલાક ફેસબુક યુઝર્સ અને પોર્ટલ લોકોમાં ડર પેદા કરવાના ગુનાહિત ઈરાદા સાથે ચિત્રો, વીડિયો અને પોસ્ટ્સ સહિતની રાષ્ટ્ર વિરોધી સામગ્રી અપલોડ કરી રહ્યા છે. આ રીતે અપલોડ કરાયેલી સામગ્રી તે લોકોને કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવા ઉશ્કેરી શકે છે.” પોલીસે જણાવ્યું કે, કેસની એફઆઈઆર નંબર 19/2022 હેઠળ તપાસ દરમિયાન શાહની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. શાહને પોલીસે 1 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. શુક્રવારે, તેને તેનું નિવેદન નોંધવા માટે પુલવામા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેની ધરપકડની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર કહ્યું, “સત્ય માટે ઊભા રહેવું એ રાષ્ટ્ર વિરોધી માનવામાં આવે છે. અસહિષ્ણુ અને સરમુખત્યારશાહી સરકારને અરીસો બતાવવો એ પણ રાષ્ટ્રવિરોધી છે. ફહાદનું પત્રકારત્વ કામ પોતાની વાત સામે લાવે છે અને ભારત સરકાર માટે અસહ્ય વાસ્તવિકતા દર્શાવે છે. તમે કેટલા ફહાદની ધરપકડ કરશો?”

આ પણ વાંચો – કચ્છની ધરતીના અનેક રહસ્યો /  મંગળ ગ્રહ જેવા બેક્ટેરિયાના સંશોધન માટે અમેરિકન વૈજ્ઞાનિકો પધારશે કચ્છના રણમાં, જાણો શું છે ખાસ

આપને જણાવી દઈએ કે, આ ડિજિટલ મેગેઝિન 2011 માં શરૂ થયું હતું, જે જમ્મુ અને કાશ્મીરનાં સમાચાર અને અન્ય સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ પર અહેવાલ આપે છે. ગયા મહિને, કાશ્મીરવાલાનાં તાલીમાર્થી રિપોર્ટર સજ્જાદ ગુલની પણ કથિત રીતે લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા અને દુશ્મનાવટ ફેલાવવાનાં હેતુથી ટ્વિટ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી ગુલ પર પબ્લિક સેફ્ટી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.