નવી દિલ્હી,
૨૬મી જાન્યુઆરી, રિપબ્લિક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં આયોજિત કરવામાં આવનારા પરેડના ખાસ આયોજન પહેલા એક આતંકી હુમલાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે.
દિલ્હી પોલીસના એક સ્પેશિયલ સેલ દ્વારા રાજઘાટ પાસેથી બે આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ગુપ્ત સુચનાના આધારે શ્રીનગરમાં હાલમાં જ થયેલા ગ્રેનેડ હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ લતીફ ગનાઈની સોમવારે ધરપકડ કરાઈ છે.
https://twitter.com/ANI/status/1088638694918156289
બતાવવામાં આવી રહ્યું છે કે, ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ રિપબ્લિક ડે નિમિત્તે રાજધાની દિલ્હીના ભીડવાળા વિસ્તારોમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
આ ઉપરાંત પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાંથી અન્ય એક આતંકી હિલાલની ધરપકડ કરાઈ છે.
એક રિપોર્ટ મુજબ, ૨૦ જાન્યુઆરીને પોલીસ ઇન્સ્પેકટર શિવ કુમારને જાણકારી મળી હતી કે, અબ્દુલ લતીફ રાત્રિના સમયે કોઈ વ્યક્તિને મળવા માટે રાજઘાટ પાસે આવવાનો છે. આ સુચનાના આધારે જ રાજઘાટ પર પોલીસની એક ટીમ તૈનાત કરાઈ હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરાઈ છે.
આ બે આતંકીઓ પાસેથી બે ગ્રેનેડ અને એક ઓટોમેટિક પિસ્તોલ સહિત ૨૬ જીવતા કારતૂસો પણ જપ્ત કર્યા છે. સાથે સાથે ઓપરેશન કમાન્ડર અબુ મૌજ, જિલ્લા કમાન્ડર તાલ્હા ભાઈ અને જિલ્લા કમાન્ડર ઉમૈર ઇબ્રાહિમના નામ પર જૈશ-એ-મોહમ્મદના ત્રણ રબર સ્ટેમ્પ પણ જપ્ત કરાયા છે.