Not Set/ ક્રિકેટ પ્રેમીઓ આનંદો! IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ

છેલ્લા ઘણા સમયથી આઈપીએલની બાકી મેચો કઇ તારીખથી શરૂ થશે તેની રાહ જોઇને બેઠેલે લોકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Sports
1 213 ક્રિકેટ પ્રેમીઓ આનંદો! IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ
  • IPLની બાકી મેચ મુદ્દે મોટા સમાચાર
  • 19 સપ્ટેમ્બરથી મેચનો થશે પ્રારંભ
  • 15 ઓક્ટોબરે ફાઇનલ મેચ રમાશે
  • UAEમાં રમાશે IPLની બાકી મેચ

છેલ્લા ઘણા સમયથી આઈપીએલની બાકી મેચો કઇ તારીખથી શરૂ થશે તેની રાહ જોઇને બેઠેલે લોકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, આઈપીએલની તારીખ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, 19 સપ્ટેમ્બરનાં રોજ આઈપીએલની પ્રથમ મેચ રમાશે.

1 214 ક્રિકેટ પ્રેમીઓ આનંદો! IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ

ક્રિકેટ ન્યૂઝ / જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

કોરોનાકાળમાં જ્યા લોકો માટે રોજ કોઇને કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે કોરોનાની વેવ ધીમી પડતા ક્રિકેટ જગતથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાનાં કારણે આઈપીએલ ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી, જેની હવે UAE માં બાકી બચેલી મેચો રમાશે. 19 સપ્ટેમ્બરનાં રોજ મેચનો પ્રારંભ થશે, વળી 15 ઓક્ટોમ્બરનાં રોજ ફાઇનલ મેચ રમાશે.

1 215 ક્રિકેટ પ્રેમીઓ આનંદો! IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ

વિવાદ / હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આઈપીએલ-14 ફરીથી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાશે. ખાસ વાત એ છે કે આ દિવસે દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. એએનઆઈ સાથે વાત કરતાં બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વચ્ચે તાજેતરની બેઠકો સારી રહી હતી અને ભારતીય બોર્ડને વિશ્વાસ છે કે આઈપીએલ-14 ની બાકીની મેચ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં સફળતાપૂર્વક યોજાશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, ચર્ચાઓ ખરેખર સારી રહી હતી અને અમીરાત ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈનાં એસજીએમ પહેલા આઇપીએલનું આયોજન કરવા મૌખિક મંજૂરી આપી દીધી હતી. આઈપીએલ 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. 15 ઓક્ટોબરે ફાઇનલ રમાશે. બીસીસીઆઈ હંમેશા બાકીની મેચ પૂરી કરવા માટે 25 દિવસનનો સમય ઇચ્છતા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 4 ક્રિકેટ પ્રેમીઓ આનંદો! IPL ની બાકી મેચો આ તારીખથી થશે શરૂ