Not Set/ એક જૂલાઇથી જોરદાર નિયમો, જે આપની જીવનશૈલી પર પાડશે અસર, જાણી લો તમારા ફાયદાની વાત..

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) પર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. સ્ટેટ બેંકના કહેવા પ્રમાણે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે.

Business
ODITORIUM 1 1 એક જૂલાઇથી જોરદાર નિયમો, જે આપની જીવનશૈલી પર પાડશે અસર, જાણી લો તમારા ફાયદાની વાત..

આગામી 1લી જૂલાઇથી જનજીવનને અસર કરતાં નવા નિયમો લાગૂ થઇ રહ્યાં છે. બેન્કિંગ, ટેક્સ અને LPG રેટ સહિતના 5 મોટા ફેરફાર આવી રહ્યા છે. જાણો બેંકથી લઈ લાઇસન્સ સુધી ક્યાં નિયમો પાડશે તમારા દૈનિક કાર્ય પર અસર….

JULY 3 એક જૂલાઇથી જોરદાર નિયમો, જે આપની જીવનશૈલી પર પાડશે અસર, જાણી લો તમારા ફાયદાની વાત..

1 જુલાઇથી 5 મોટા ફેરફાર

SBIનો બદલાશે નિયમ

LPG ભાવમાં થશે ફેરફાર…!

લર્નિગ લાઇસન્સ માટે મોટી રાહત..!

સિન્ડિકેટ બેંક શાખાઓનો બદલાશે IFSC કોડ

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) પર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. સ્ટેટ બેંકના કહેવા પ્રમાણે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. એટીએમ ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં ચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. તેમજ સિન્ડિકેટ બેંકનો કેનેરા બેંકમાં વિલય થયો છે અને તેની બેંકિંગ ડિટેઇલ બદલાવાની છે. કેનેરા બેંકના કહેવા પ્રમાણે પહેલાના સિન્ડિકેટ બેંક શાખાઓનો IFSC કોડ 1 જુલાઇ 2021 થી બદલાશે. ગ્રાહકોએ NEFT, RTGS, IMPS દ્વારા ભંડોળ મેળવવા માટે નવા કેનેરા IFSC કોડનો ઉપયોગ કરવો પડશે. નવા IFSC કોડ માટે કેનેરા બેંકની વેબસાઇટ પર અથવા બેંક શાખાની મુલાકાત લઈને એકસેસ કરી શકાય છે. પૂર્વ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને બદલાયેલા IFSC અને MICR કોડ સાથે નવી ચેક બુક લેવાની રહેશે.

JULY 2 એક જૂલાઇથી જોરદાર નિયમો, જે આપની જીવનશૈલી પર પાડશે અસર, જાણી લો તમારા ફાયદાની વાત..

LPG ના ભાવમાં ફેરફાર

વિવાદ સે વિશ્વાસ’ યોજના

કર ચુકવણીમાં રાહતનો સૂર

ઘરે બેઠા મળશે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ

એલપીજી ભાવમાં સુધારો દર પખવાડિયામાં કરવામાં આવે છે. ઓઇલ કંપનીઓ એલપીજી દરોની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે. કોવિડ 19 રોગચાળાને કારણે સરકારે તેની સીધી કર વિવાદ નિવારણ યોજના ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણી કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી કરી છે. કોઈ વધારાની રકમ વિના ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ, 2020 હેઠળ લેણાં ચુકવવાનો સમય 30 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યો છે. લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર રહેશે નહીં.  કોઈ વ્યક્તિ ઘરે બેઠાં બનાવેલું લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે. નવી સિસ્ટમ 1 જુલાઇથી શરૂ થવાની છે.  સરકારની યોજના લર્નિંગ લાઇસન્સ બનાવવાની સિસ્ટમ નાબૂદ કરવાની હતી. સંપૂર્ણ તાલીમ લીધા પછી ડ્રાઇવરોને કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ એક્ટમાં ફેરફાર કરવો પડશે.  જોકે આ ફેરફાર સરળ નથી. તેથી સરકારે આરટીઓ કચેરીએ જઇને લર્નિંગ લાઇસન્સ મેળવનારાઓને છુટકારો આપવા માટે એક યોજના તૈયાર કરી છે.

1 JULY એક જૂલાઇથી જોરદાર નિયમો, જે આપની જીવનશૈલી પર પાડશે અસર, જાણી લો તમારા ફાયદાની વાત..