Cricket/ ચિત્તા જેવો કૂદકો મારી ટિમ પેને પકડ્યો પૂજારાનો શાનદાર કેચ, જુઓ વીડિયો

એવું કહેવામાં આવે છે કે, એક કેચ પૂરી મેચને બદલી દે છે. બરાબર, આવુ જ કઇંક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં જોવા મળ્યુ હતુ, જ્યા એક કેચ એવો જોવા મળ્યો હતો…

Sports
zzas 187 ચિત્તા જેવો કૂદકો મારી ટિમ પેને પકડ્યો પૂજારાનો શાનદાર કેચ, જુઓ વીડિયો

એવું કહેવામાં આવે છે કે, એક કેચ પૂરી મેચને બદલી દે છે. બરાબર, આવુ જ કઇંક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં જોવા મળ્યુ હતુ, જ્યા એક કેચ એવો જોવા મળ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ કેચને જોઇને તમે પણ કહેશો કે વાહ ઉત્સાદ વાહ. જેને તેણે ભારતનાં પ્રથમ દાવમાં બીજા દિવસે કેચ કર્યો હતો. આ કેચનાં જેટલા વખાણ થાય તે ઓછા છે કારણ કે સદીમાં કેટલીક વખત આવી મેચ જોવા મળે છે.

Tim Paine Takes Brilliant Catch to Send Cheteshwar Pujara Packing During IND vs AUS 2nd Test at MCG | WATCH VIDEO

આપને જણાવી દઇએ કે, બીજા દિવસે રમત શરૂ થવાની સાથે જ ઓસ્ટ્રેલિયન બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ઘણી વખત ભારતીય બેટ્સમેન પૂજારાનાં બેટનો કિનારો લાગ્યો પણ બોલ સ્લિપ સુધી પહોંચી શક્યો નહીં. પેટ કમિન્સ સતત પૂજારાને પરેશાન કરી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે મેથ્યુ વેડ પહેલી સ્લિપ પર ઉભો હતો, જેની સામે બોલ પડી રહ્યો હતો. જો કે, 23.4 પર પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરી અને પુજારાનું બેટનો કિનારો લાગ્યો અને બોલ પહેલી સ્લિપ પહેલાની જેમ પડી રહ્યો હતો, પરંતુ તે પછી જ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને ડાઇવ કરીને બોલને જમીનથી 2 કે ત્રણ ઇંચ ઉપરથી ઝડપી પાડ્યો હતો. આ કેચ બાદ ટિમ પેનની પ્રશંસા થઈ રહી છે. ભલે વિકેટ પેટ કમિન્સનાં ખાતામાં ગઈ હોય, પરંતુ ક્રિકેટ ચાહકો પેનની વિકેટ કહી રહ્યા છે.

Cricket: Aussie captain's screamer lights up second Test

આપને જણાવી દઇએ કે, પુજારા બોક્સીંગ ડે ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નહી. પૂજારાએ 70 બોલનો સામનો કરીને માત્ર 17 રન બનાવ્યા હતા. આ પહેલા પૂજારાનું બેટ એડિલેડ ટેસ્ટમાં પણ લાંબી ઇનિંગમાં કઇ કાસ કરી શક્યું ન હોતું. જો કે, છેલ્લી વખત પૂજારા આ મેદાન પર રમ્યો હતો, ત્યારે તેણે રન બનાવ્યા હતા.

જુઓ આ વીડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો