Covid-19/ એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાનું મોજું

કેશોદમાં એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાનું મોજું

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 38 એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાનું મોજું

ગુજરાત રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી શાળા માં ધોરણ 10 અને 12 માટે શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. કોરોના ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે.  ત્યારે રાજ્યમાં શાળા શરુ થયા બાદ વિધાર્થીઓમાં કોરોના વૈર્સનું સંક્રમણ જોવા મળ્યું છે. જામનગર બાદ હવે જુનાગઢ જીલ્લાના કેશોદમાં એક સાથે 11 વિધર્થિનીઓ કોરોના સંક્રમિત મળી આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓને એક સાથે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  એક જ શાળાની 11 વિધાર્થીનીઓ સંક્રમિત મળી આવતા તંત્ર અને શાળાના સંચાલકો સહીત વાલીગણ માં હડકંપ મચી ગયો છે.

કે.એ. વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં ધો-10 અને 12ની એક સાથે ૧૧ બાળાઓ કોરોના સંક્રમિત જોવા મળી હતી. સ્કુલમાં પ્રવેશતાં ધોરણ 10-12 ની વિદ્યાર્થીનીઓના ટેસ્ટ કરાવ્યા હતા. એકજ સ્કુલ માં અભ્યાસ કરતી 3 હોસ્ટેલમાં રહેતી અને 8 શહેરની એમ મળી કુલ 11 વિદ્યાર્થીનીઓમાં કોરોના પોઝીટીવ આવી છે. જેને લઈને અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી છે.

શાળા ખુલ્યા બાદ આ બીજી ઘટના સામે આવી છે. અગાઉ જામનગરમાં જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે. ધોરણ ૧૨ માં અભ્યાસરત વિધાર્થીની કોરોના સંક્રમિત નજર આવી હતી.

એક બાજુ સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાનિ જાહેરાત કરી છે. શું હજુ પણ સરકાર પોતાના શાળા ખોલવામાં નિર્ણય ઉપર અડગ રહેશે કે પછી હજુ વધુ વિધાર્થીઓના કોરોનાગ્રસ્ત બનવાની રાહ જોશે..? આ વાત નો જવાબ તો આવનાર સમય જ લેશે. પરંતુ શકું છે કે હવે વાલીઓ પોતાના વ્હાલસોયાને શાળાએ મોકલતા પહેલા જરૂર એકવાર વિચારતા થઇ જશે.

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

Profit / કોરોના કટોકટીમાં પણ HDFC બેંકે કમાવ્યો ચોખ્ખો કરોડો રૂપિયાનો…

કૃષિ આંદોલન / શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને…

froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…